નવી દિલ્હી: દિલ્હીમાં થયેલી હિંસામાં મૃતકઆંક વધીને 34 થઈ ગયો છે. જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયા છે. હવે આ હિંસા પર નેતાઓની નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. દિલ્હીના હિંસા પર હરિયાણાના મંત્રી રંજીત ચૌટાલાને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, દંગા તો રહે છે અને આ જીવનનો જ ભાગ છે.


ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે, રંજીત ચૌટાલાએ કહ્યું કે, ‘દંગા તો થતા રહે છે. અગાઉ પણ થયા હતા, આ પહેવાર નથી. જ્યારે ઈન્દિરા ગાંધીની હત્યા થઈ હતી ત્યારે આખી દિલ્હી સળગતી હતી. આ તો પાર્ટ ઑફ લાઈફ છે. જે થતાં રહે છે.’


ઉલ્લેખનીય છે કે, રણજીત સિંહ હરિયાણા સરકારમાં ઉર્જા મંત્રી છે. તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડીને વિધાનસભા પહોંચ્યા હતા. તેમણે સૌથી પહેલા ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. રણજીત ચૌહાણ હરિયાણાના પૂર્વ સીએમ ચૌધરી દેવીલાલના પુત્ર છે અને ઓમપ્રકાશના નાના ભાઈ છે.

દેશની રાજધાની દિલ્હીમાં થયેલી હિંસામાં અત્યાર સુધી 34 લોકોના મોત થયા છે. જેમાં 50 થી વધુ પોલીસ જવાન સહિત 200 જેટલા લોકો ઘાયલ થયા છે. મૃતકોના પરિવારને બે-બે લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે ઘાયલોને 50-50 હજાર રૂપિયા આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.