કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ દિલ્હીમાં હિંસાને લઈ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આવેદનપત્ર આપ્યું હતું. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, કેન્દ્ર સરકાર મૂંગીદર્શક બની રહી. હિંસા દરમિયાન સરકાર તરફથી જરૂરી પગલાં ન ભરવામાં આવતા વિકરાળ રૂપ ધારણ કર્યુ. સરકારની આ બેદરકારીએ અનેક લોકોના જીવ લીધા છે.
સોનિયા ગાંધીએ કહ્યું કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને આ મામલે આશ્વાસન આપ્યું છે. સોનિયાને પૂછવામાં આવ્યુ કે કાલે તમે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું રાજીનામું માંગ્યુ હતું તો તેમણે કહ્યું, આજે પણ અમિત શાહના રાજીનામાની માંગ કરી રહ્યા છીએ. સોનિયા ગાંધીની સાથે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, પી ચિદમ્બરમ, અહેમદ પટેલ, શક્તિસિંહ ગોહિલ પણ હતા.
દિલ્હી ફાયર ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર અતુલ ગર્ગે ગુરુવારે સવારે જણાવ્યું કે, રાત્રે 12થી આજે સવારે 8 વાગ્યા સુધીમાં અમને નોર્થ ઈસ્ટ દિલ્હીના હિંસાગ્રસ્ત વિસ્તારોમાંથી આગના 19 કોલ મળ્યા છે. આ વિસ્તારના ચાર ફાયર સ્ટેશનમાં વધારાના ફાયર ટેન્ડર્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ઉપરાંત 100થી વધુ ફાયરમેન પણ તૈનાત કરાયા છે. વરિષ્ઠ અધિકારીઓ દ્વારા પરિસ્થિતિ પર દેખરેખ રાખવામાં આવી રહી છે. નોર્થ ઈસ્ટ દિલ્હીના તોફાનગ્રસ્ત વિસ્તારોમાં ઓપરેશન દરમિયાન અમને કોઈ મુશ્કેલી નથી પડી રહી.
આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તાહિર હુસૈન પર હિંસામાં સામેલ હોવાનો આરોપ લાગ્યો છે. સોશિયલ મીડિયામાં તેમનો એક વીડિયો વાયરલ થયો છે. જેને લઈ તાહિર હુસૈને સ્પષ્ટતા પણ કરી છે. વીડિયોમાં તાહિર હુસૈન ફેક્ટ્રીની છત પર ઉભેલો નજરે પડી રહ્યા છે. હાથમાં ડંડો છે અને અન્ય લોકો આસપાસ ઉભા છે. જેમના હાથમાં સળિયો અને પથ્થર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આજે જ્યારે મીડિયા તેમની ફેક્ટ્રીની છત પર પહોંચ્યું ત્યારે ત્યાં પથ્થરના ટુકડા નજરે પડ્યા હતા.
મેલાનિયા ટ્રમ્પે અમેરિકા પહોંચીને તાજમહેલનો વીડિયો કર્યો શેર, લખ્યું- ‘Breathtaking’
અમેરિકા પરત ફરીને ઈવાન્કાએ શેર કરી ખાસ તસવીરો, ભારતને લઈ કહી આ મોટી વાત
ICC Womens T20 World Cup 2020: ભારતની જીતની હેટ્રિક, ન્યૂઝીલેન્ડને 4 રનથી હરાવી સેમિ ફાઈનલમાં કર્યો પ્રવેશ
મંદી છતાં ભારતમાં દર મહિને 3 નવા અબજપતિ ઉમેરાયા, મુકેશ અંબાણી સૌથી ધનિક, અમદાવાદમાં કેટલા છે અબજપતિ ? જાણો