Coronavirus: કોરોનાની બીજી લહેર આ સમયે ઘાતક સ્વરૂપ લઇ રહી છે. દેશમાં લાખોની સંખ્યામાં રોજ નવા કેસ સામે આવી રહ્યાં છે. તો દેશમાં હજારોની સંખ્યામાં મોત પણ થઇ રહ્યાં છે. કોવિડના દર્દીના મૃત્યુ બાદ તેમના અંતિમ સંસ્કારને લઇને પણ અનેક સવાલ ઉપસ્થિત થતાં રહ્યાં છે. તો જાણીએ કે શું દર્દીની ડેડબોડીથી સંક્રમણ ફેલાઇ શકે છે. આ મામલે એકસ્પર્ટનો શું મત છે, જાણીએ..


આ મામલે એમ્સમાં કાર્યરત રહેલા ડોક્ટર પ્રવીણ ગુપ્તાએ કોવિડ સાથે જોડાયેલા કેટલાક સવાલોના જવાબ આપ્યાં હતા. આ સમયે એક સવાલ લોકોને મૂંઝવી રહ્યો છે કે, કોવિડના દર્દીની ડેડબોડી નજીક થવાથી કે તેનો સ્પર્શ કરવાથી સંક્રમણ લાગી શકે છે? આ મામલે જવાબ આપતા ડોક્ટર પ્રવિણ ગુપ્તાએ કહ્યું કે. ' જ્યારે કોઇ કોરોના દર્દીનું મોત થાય તો તેની બોડીને રૈપ કરી દેવાય છે. જેથી બોડીથી કોરોના ફેલાવવાનું જોખમ ઓછું થઇ જાય. કોરોના શ્વાસચ્છાસના કારણે હવાથી ફેલાઇ છે.  ડેડબોડી તો શ્વાસ નથી લેતી. તે ન ઉધરસ ખાય છે. કે ન તો છીંક ખાય છે.  આ સ્થિતિમાં ડેડબોડીથી કોરોના નથી થતો'


ડોક્ટર પ્રવિણ ગુપ્તાએ કહ્યું કે," કોવિડના દર્દીની નજીક જવાથી સંક્રમિત થવાનું જોખમ નથી રહેતું પરંતુ હા તેને સ્પર્શ કરવાથી સંક્રમિત થઇ શકાય છે. તો આપ કોવિડના દર્દીની ડેડબોડીનો સ્પર્શ કરો છો તો તમારે હાથના સારી રીતે સેનેટાઇઝ કરીને સાફ કરવા જોઇએ. lતેમની બોડીમાં વાયરસ હોઇ શકે છે. 


આ સવાલ હાલ એટલા માટે પણ અહત્યનો છે કે, હાલ કોવિડના કારણો રોજ હજારોની સંખ્યામાં મૃત્યુ થઇ રહ્યાં છે.  મૃતકના પરિજનો કોવિડના સંક્રમણના ડરના કારણે તેના અંતિમ સંસ્કાર નથી કરી રહ્યા આ સ્થિતિમાં કોઇ અજાણ્યું અને પ્રશાસન દ્રારા તેની અંતિમ વિધિ કરવામાં આવે છે. જો કે કોવિડની તમામ ગાઇડલાઇન્સનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવે તો કોવિડના મૃતકના  પરિજનો અંતિમ સંસ્કાર કરી શકે છે.