SCએ માગી હતી પરિવારની સુરક્ષાની જાણકારી
આ પહેલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ એ બોબડેની અધ્યક્ષતાવાળી બેંચે યૂપી સરકાર પાસે પીડિત પરિવારને આપવામાં આવેલ સુરક્ષાની જાણકારી માગી હતી. તેનો જવાબ આપતા યૂપી સરકારે કહ્યું હતું કે, ગામની બહાર, ગામની અંદર અને પીડિત પરિવારના ઘરની બહાર, પોલીસ અને રાજ્ય સુરક્ષા દળના જવાન મોટી સંખ્યામાં હાજર છે. પરિવારના તમામ સભ્યોને વ્યક્તિગત સુરક્ષાકર્મી ફાળવવામાં આવ્યા છે. ઘરની બહાર 8 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના હાલના અથવા રિટાયર્ડ જજની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના કરવાની પણ માગ ઉઠી. જવાબમાં યૂપી સરકારે કહ્યું કે, તેમની ભલામણ પર CBIએ તપાસ સંભાળી રહી છે. કોર્ટ જો કોઈ એસઆઈટીની રચના કરવા માગે છે તો તેના પર પણ રાજ્ય સરકારને કોઈ વાંધો નથી.
પીડિત પરિવારની માગ- દિલ્હી ટ્રાન્સફર થાય કેસ
પીડિત પરિવારના વકીલ સીમા કુશવાહાએ કેસને દિલ્હી ટ્રાન્સફર કરવા અને સીબીઆઈ તપાસનું સુપ્રીમ કોર્ટ દ્વારા મોનીટરીંગની માગ કરી હતી. યૂપી સરકાર માટે હાજર સોલીસીટર જનરલ તુષાર મેહતાએ પણ સુપ્રીમ કોર્ટમાં આગ્રહ કર્યો હતો કે કેસની તપાસનું મોનીટરીંગ કરે. તેને એક નિશ્ચિત સમયમર્યાદામાં પુરી કરવાનો આદેશ આપે.