નવી દિલ્હીઃ હાથરસ કેસને લઇને સમગ્ર દેશમાં આક્રોશ છે, ઉત્તર પ્રદેશના હાથરસાં યુવતીની સાથે ગેન્ગરેપ થયા બાદ તેનુ મોત થઇ ગયુ હતુ, લોકો ગુનેગારોને કડક સજા અપાવવા માટેની માંગ કરી રહ્યાં છે, હવે આ મામલે જ્યા ઉત્તરપ્રદેશની સરકાર તરફથી કહેવામાં આવી રહ્યું ચે કે તેની સાથે રેપ ન હતો થયો, વળી પીડિતાના પરિવારના આરોપ છે કે તેના પર દબાણ લાવવામાં આવી રહ્યું છે કે તેઓ આ મામલે ચુપ રહે.

યુવતીના પૉસ્ટમૉર્ટમ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે યુવતીની કરોડરજ્જુના ઇજાના નિશાન હતા, અને તેના પ્રાઇવેટ પાર્ટમાંને પણ નુકશાન થયુ છે. પરંતુ તેના પૉસ્ટમૉર્ટમ રિપોર્ટમાં એ કહેવામાં આવ્યુ છે કે યુવતી સાથે રેપ નથી થયો.

ઉત્તરપ્રદેશના એડીજી પ્રશાંત કુમારનો દાવો છે કે પીડિતાના શરીરમાં કોઇ શુક્રાણુ નથી મળ્યા, જેથી રેપની પુષ્ટી નથી કરી શકાતી. આને આધાર બનાવતા કહેવામાં આવ્યુ કે ફૉરેન્સિક રિપોર્ટથી સાબિત થાય છે કે પીડિતાનો રેપ ન હતો થયો.

યુવતીના પૉસ્ટમૉર્ટમ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તેના પ્રાઇવેટ પાર્ટને નુકશાન થયુ છે, પરંતુ તેના આધારે એ નથી કહી શકાતુ કે તેની સાથે રેપ થયો હશે. ખરેખરમાં પૉસ્ટમૉર્ટમ રિપોર્ટમાં લખવામાં આવ્યુ છે કે પીડિતાની ગરદન તુટી ગઇ હતી, તેના શરીરના હાકડા તુટ્યા હતા, અને પીડિતાના ગળા પર જે ઇજાના નિશાન છે તેનાથી સાબિત થાય છે કે તેનુ ગળુ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

પીડિતાના શરીર પર જે ઇજાના નિશાન છે તેમાં ઇન્ફેક્શન થવાનુ શરૂ થઇ ચૂક્યુ હતુ, અને શરીર રડવા લાગ્યુ હતુ, જ્યારે પીડિતાનુ મોત થઇ ગયુ તો તેના મર્યા બાદ પૉસ્ટમૉર્ટમ રિપોર્ટથી સ્પષ્ટ થયુ કે તેનુ મોત હાર્ટએટેકથી થયુ હતુ.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ