લખનઉઃ ઉત્તરપ્રદેશના હાથરસમાં થયેલા ગેન્ગરેપને લઇને હાલ એસઆઇટી તપાસ કરી રહી છે. હાથરસમાં 19 વર્ષીય છોકરી પર કથિત ગેન્ગરેપ અને હત્યા અંગે કેસ નોંધાયેલો છે અને તેની તપાસ સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ કરી રહી છે. હવે આ મામલે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એસઆઇટીને તપાસ રિપોર્ટ સોંપવા માટે વધુ 10 દિવસનો સમય આપ્યો છે. જોકે, તપાસ રિપોર્ટ આજે સોંપવાનો હતો.

સચિવ ગૃહ ભગવાન સ્વરૂપની અધ્યક્ષતામાં બનાવવામાં આવેલી એસઆઇટીમાં ડીઆઇજી ચંદ્ર પ્રકાશ દ્વિતિય અને એસપી પૂનમ પણ સભ્ય તરીકે સામેલ છે. રિપોર્ટ અનુસાર એસઆઇટીએ પોતાની તપાસ દરમિયાન પીડિતાના પરિવાર, ફરિયાદી, પોલીસ તંત્ર સહિત 100થી વધુ લોકોના નિવેદનો કલમબંધ લીધા છે.

ફૉરેન્સિક રિપોર્ટમાં હાથરસમાં મામલામાં રેપની પુષ્ટી નથી.....
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના જવાહરલાલ નેહરુ મેડિકલ કૉલેજમાં ફૉરેન્સિક મેડિસીન વિભાગે પ્રમાણિત કર્યુ છે કે હાથરસ મામલામાં 19 વર્ષીય દલિત પીડિતાની સાથે રેપના કોઇ સબૂત નથી મળ્યા. આ સર્ટિફિકેટ ઉત્તરપ્રદેશ સરકારે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ સાથે રજૂ કર્યા છે. આ પ્રમાણે, પીડિતાની સાથે વિજિનલ અને એનલ ઇન્ટરકોર્સના કોઇ સબૂત નથી મળ્યા. શારીરિક હુમલના સબૂતો જરૂર મળ્યા છે, જેમાં તેની ગરદન અને પીઠ પર ઇજાના નિશાન જોવા મળ્યા છે.

રાજ્ય સરકાર સતત એ કહી રહી છે કે પૉસ્ટમૉર્ટમ રિપોર્ટમાં રેપની પુષ્ટી નથી થઇ, જ્યારે પીડિત પરિવાર જોરશોરથી કહી રહ્યુ છે કે દીકરી સાથે રેપ થયો હતો. આ ઉપરાંત આ કેસના આરોપીઓનો પરિવાર પણ એ વાત કહી રહ્યાં છે કે છોકરી પર રેપ નથી થયો, અને છોકરીને તેના ભાઇએ મારી હતી અને ઇજાના નિશાન તેના છે.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ