નવી દિલ્હીઃ ક્રિકેટર યુવરાજ સિંહેની મંગેતર હેઝલ કીચે પોતાની સાથે RACIST વર્તનનો આરોપ લગાવ્યો છે. હેઝલનો આરોપ છે કે, મની ટ્રાન્સફર સેવા આપતી કંપની વેસ્ટર્ન યૂનિયનના કર્મચારીએ તેને એમ કહીને રૂપિયા આપવાની ના પાડી દીધી કે તેનું નામ હિન્દુ જેવું નથી લાગતું.
હેઝલે પોતાની સાથે થયેલ દુર્વ્યવ્હારની સમગ્ર જાણકારી ટ્વીટર દ્વારા શેર કરી છે. પોતાની મંગેતરની સાથે થયેલ જાતિવાદના વર્તનથી યુવરાજ પણ લાલચોળ થઈ ગયો છે. યુવરાજા એ મુદ્દે આરોપી વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી છે.
હેઝલે ટ્વીટ કર્યું છે કે, અત્યાર સુધી હું જેટલા પણ લોકોને મળી છૂં તેમાંથી જયપુરમાં વેસ્ટર્ન યૂનિયનના કર્મચારી સૌથી વધારે RACIST લોકો છે. તેમણે એ કહીને મને રૂપિયા આપવાની ના પાડી દીધી કે મારું નામ હિંદુ નથી.