દિલ્લી વિરુદ્ધ કેંદ્રઃ સુપ્રિમ કોર્ટનો હાઇકોર્ટના નિર્ણય પર સ્ટે આપવાનો ઇન્કાર
abpasmita.in | 09 Sep 2016 11:50 AM (IST)
નવી દિલ્લીઃ કેંદ્ર વિરુદ્ધ દિલ્લી અધિકાર વિવાદ પર સુપ્રિમ કોર્ટે કેંદ્ર સરકારને નોટિસ ફટકારી છે. જોકે સુપ્રિમ કોર્ટ હાઇકોર્ટના નિર્ણય પર રોક લગાવવાનો ઇન્કાર કરી દીધો હતો. હાઇકોર્ટે 4 ઓગસ્ટે પોતના નિર્ણયમાં જણાવ્યું હતું કે, દિલ્લીમાં ઉપરાજ્યપાલની મંજુરી વગર નિર્ણય ના લઇ શકાય. હાઇકોર્ટ પોતાના નિર્ણયમાં માન્યું હતું કે, દિલ્લી એક કેંદ્ર શાસિત પ્રદેશ છે . એટલા માટે અંહી રાષ્ટ્રપતિના પ્રતિનિધી એટલે કે ઉપરાજ્યપાલની મંજૂરીથી જ નિર્ણય લઇ શકાય છે. દિલ્લી સરકારની દલીલ છે કે, આ નિર્ણય ચુંટાયેલી સરકારના અધિકાર વિરુદ્ધ છે. આનાથી દિલ્લીમાં નાના-નાન કામ કરવા પણ મુશ્કેલ થઇ જશે.