નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ સોમવારે પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાએ કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને અહેમદ પટેલ સાથે મુલાકાત કરી હતી. સૂત્રોના મતે દેવગૌડાએ રાહુલને કહ્યું છે કે કોગ્રેસ એવી માંગ ઉઠાવી શકતી નથી કે બે અપક્ષ ઉમેદવારોને જેડીએસના ક્વોટામાંથી મંત્રી બનાવવામાં આવે. રાહુલને દેવગૌડાએ એટલે સુધી કહી દીધું છે કે જો બધુ યોગ્ય નહી રહે તો કોગ્રેસ સાથે જેડીએસ ગઠબંધન તોડી દેશે.


રાહુલ ગાંધી સાથે મુલાકાત દરમિયાન દેવગૌડાએ કહ્યું કે, જેડીએસના ક્વોટામાંથી બે અપક્ષ ધારાસભ્યોને મંત્રી પદ આપવામાં આવશે નહીં. કોગ્રેસના મંત્રીઓ પાસેથી રાજીનામું અપાવીને તેના બદલે નારાજ ધારાસભ્યોને બનાવવામાં મંત્રી બનાવવા જોઇએ. સૂત્રોના મતે કોગ્રેસ પોતાના વફાદાર મંત્રીઓને હટાવવા માટે તૈયાર છે પરંતુ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા એવું થવા દેવા માંગતા નથી.

સૂત્રોના મતે દેવગૌડાએ સંકેત આપ્યા હતા કે જો બધુ યોગ્ય નહી રહે તો જેડીએસ ગઠબંધન તોડવા અંગે બીજી વખત વિચારશે નહીં. તે સિવાય તેમણે રાહુલ ગાંધીને કોગ્રેસ અધ્યક્ષ પદે રહેવા માટે કહ્યું છે.