દિલ્હીમાં CAAને લઈને વિરોધીઓ અને સમર્થકો સામસામે, કોન્સ્ટેબલનું મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 24 Feb 2020 05:26 PM (IST)
દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદાને લઈને વિરોધીઓ અને સમર્થકો સામસામે આવી ગયા છે. ગોકુલપુરીમાં થયેલી અથડામણમાં એક હેડ કોન્સ્ટેબલનું મોત થયું છે.
નવી દિલ્હી: દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદાને લઈને વિરોધીઓ અને સમર્થકો સામસામે આવી ગયા છે. ગોકુલપુરીમાં થયેલી અથડામણમાં એક હેડ કોન્સ્ટેબલનું મોત થયું છે. દિલ્હી પોલીસે તેની પુષ્ટી કરી છે. આ ઘટનામાં એક ડીસીપી પણ ઘાયલ થયા છે. પૂર્વોત્તર દિલ્હીમાં જાફરાબાદ અને ભૌજપુર વિસ્તારમાં પ્રદર્શનકારીઓએ ઘણી જગ્યાએ આગ લગાવ્યાની ઘટનાઓ સામે આવી છે. કાયદાના સમર્થકો અને વિરોધીઓએ સામસામે પથ્થરમારો પણ કર્યો છે. નોર્થ-ઇસ્ટ દિલ્હીને જોડતો વઝિરાબાદનો રોડ બંધ કરવામાં આવ્યો છે. ચાંદબાગમાં અનેક વિસ્તારોમાં પથ્થરમારો, આગ પછી અફરાતફરીનો માહોલ છે. દિલ્હીમાં નોર્થ-ઇસ્ટ જિલ્લામાંઆશરે 10 સ્થળોઓ પર કલમ 144 લાગુ કરવામાં આવી છે. પોલીસે ભીડને વિખેરવા માટે ટિયરગેસનો ઉપયોગ કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્રદર્શનકારીઓએ એક અગ્નિશમન ગાડીને પણ નિશાન બનાવી અને તોડફોડ કરી છે. ઉલ્લેખનીય છે કે જાફરાબાદ અને ભોજપુર-બાબરપુર મેટ્રો સ્ટેશન પર અવરજવર બંધ કરી દેવામાં આવી છે. જાફરાબાદ મેટ્રો સ્ટેશન તો છેલ્લા 24 કલાકથી બંધ છે.