નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાંધી આશ્રમ પહોંચીને રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. બાપૂના આશ્રમ પહોંચવા પર પીએમ મોદીએ ટ્રમ્પનું સ્વાગત કર્યું. ત્યાર બાદ શોલ આપીને ટ્રમ્પ અને તેના પત્ની મેલેનિયાનું સન્માન કરવામાં આવ્યું. ત્યાર બાદ પીએમ મોદી તેમને આશ્રમની અંદર લઈ ગયા. આશ્રમમાં ટ્રમ્પે બાપુનો ચરખો ચલાવ્યો. પીએમ મોદીએ તેમને ચરખાની ઐતિહાસિકતા વિશે જણાવ્યું.



ત્યાર બાદ ટ્રમ્પ અને મેલેનિયાને બાપુના જાણીતા ત્રણ વાંદરાઓને જોયા. પીએમ મોદીએ તેમને પણ આ વાંદરાઓ વિશે જણાવ્યું.


આશ્રમમાંથી નીકળતા સમયે રાષ્ટ્રપતિ ટ્રમ્પે વિઝિટર બુકમાં પોતાનો મેસેજ પણ લખ્યો. ટ્રમ્પે વિઝિટર બુકમાં પીએમ મોદીને આભાર માન્યો. ટ્રમ્પે વિઝિટર બુકમાં લખ્યું, “મારા શાનદાર મિત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે, આ શાનદાર પ્રવાસ માટે ધન્યવાદ.”જોકે વિઝિટર બુકમાં ટ્રમ્પે મહાત્મા ગાંધી વિશે કંઈ જ લખ્યું નથી.