લેફ્ટિનેન્ટ જનરલ એમએમ નરવાનેએ કહ્યું કે તે 1962માં થયેલા યુદ્ધને સેના પર એક કાળા નિશાન તરીકે નથી જોતા. તમામ સૈન્યએ આક્રમક લડાઈ લડી હતી અને નિર્ધારિત કામો પુરા કર્યા હતા.
તેઓએ વધુમાં કહ્યું કે તે ચીન જ હતું જે ડોકલામ વિવાદનો હિસ્સો બન્યું હતું, પરંતુ ભારતે તેને શાનદાર રીતે જવાબ આપ્યો હતો. જે દર્શાવે છે કે અમે કોઈ પણ ખતરા સામે લડવા સક્ષમ છે.
ઉલ્લેખનીય છે કે ડૉકલામને લઈને ભારત અને ચીન વચ્ચે બે મહિનાથી પણ વધુ તણાવ ચાલ્યો હતો. ડોકલામ સિક્કિમ નજીક ભારત-ચીન-ભૂટાન ટ્રાઇજંક્શન પર સ્થિત છે. આ વિસ્તાર ભૂતાનની સરહદમાં આવે છે. પરંતુ ચીન તેને ડોંગલોંગ પ્રાંત ગણાવી પોતાનું હોવાનો દાવો કરે છે.