નવી દિલ્હીઃ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જી-7 સંમેલન દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થાવાળી વાતને ફગાવી દીધી હતી. થોડા દિવસો પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, અમેરિકા પાકિસ્તાન અને ભારત વચ્ચે ચાલી રહેલા કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા કરવા ઈચ્છે છે. મોદીએ જી-7 સંમેલનમાં ટ્રંપને રોકડું પરખાવી દીધું હતું કે, કાશ્મીર ભારત અને પાકિસ્તાનનો દ્વીપક્ષીય મુદ્દો છે અને આ માટે તેઓ ત્રીજા દેશને પરેશાન કરવા ઈચ્છતા નથી.  પીએમ મોદી અને ટ્રંપની આ મુલાકાતને લઈ બોલીવુડ એક્ટર અને કોંગ્રેસ નેતા શત્રુધ્ન સિન્હાએ મોદીની પ્રશંસા કરતા ટ્વિટ કર્યા હતા.

શત્રુધ્ને ટ્વિટ કરીને લખ્યું, “કૂટનીતિએ બંને દેશો વચ્ચે સંબંધો વધુ મજબૂત કરવાનું અદ્ભૂત કામ કર્યું. ભલે તે ફિલ્મો ચાલી ના હોય પરંતુ તારો જાદુ ચાલી ગયો. ઈંડો-અમેરિકાન ગઠબંધન.” તેની આ ટ્વિટ પર લોકો અનેક પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.


2019 લોકસભા ચૂંટણી પહેલા શત્રુધ્ન ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા હતા અને તેની પત્ની પૂનમ સિન્હા લખનઉથી સમાજવાદી પાર્ટીની ટિકિટ પરથી ચૂંટણી લડી હતી.

આ સ્ટાર ક્રિકેટરે પૂછ્યું આલિયા ભટ્ટ કોણ છે ? એક્ટ્રેસે આપ્યો શાનદાર જવાબ, જાણો વિગતે

અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે ટ્રકમાં ઘૂસી ગઈ કાર, એકનું મોત, જુઓ તસવીરો

પાકિસ્તાનમાં જ ઘેરાયો ઈમરાન, વિપક્ષે કહ્યું- કાશ્મીરની વાત કરતા હતા હવે પીઓકે બચાવવું પણ મુશ્કેલ