વાયનાડ: કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેરલના વાયનાડમાં પૂર પીડિતો સાથે મુલાકાત કરી હતી. વાયનાડના સેંટ થોમસ ચર્ચમાં બનેલા રાહત કેમ્પમાં તેમણે પીડિતો સાથે મુલાકાત કરી હતી.   રાહુલ ગાંધીએ આશ્વાસન આપ્યું કે તેઓ રાજ્ય સરકારને ફરી અનુરોધ કરશે કે પ્રભાવિત પરિવારો સુધી તમામ આવશ્યક સહાયતા પહોંચાડવામાં આવે. પૂરને કારણે કેરલના ઘણા જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું છે. હજારો લોકોને રાહત કેમ્પમાં ખસેડાયા છે.




કોગ્રેસ નેતા રાહુલ ગાંધી આ મહિને બીજી વખત પોતાનાં મત વિસ્તાર વાયનાડની મુલાકાતે પહોંચ્યા છે. રાહુલ ગાંધીએ પૂરગ્રસ્ત લોકોની રાહત શિબીરમાં મુલાકાત કરી હતી. રાહુલ ગાંધીએ વાયનાડની કાંઝીરંગડ ગામની નાની એવી ચાની હોટેલમાં પહોંચ્યાં હતાં. જ્યાં તેઓ ચા-બિસ્કીટ ખાતા જોવા મળ્યા હતા. રાહુલ ગાંધી સાથે કેસી વેણુગોપાલ અને અન્ય વરિષ્ઠ નેતાઓ પણ જોડાયા હતાં.