દેશમાં કોરોના વાયરયને કારણે લોકડાઉન લંબાવી દેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર તરફથી લોકડાઉન એકવાર ફરીથી દેશમાં વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ લોકડાઉન ત્રણમાં ગૃહ મંત્રાલયે ઘણી છૂટછાટ આપી છે. ઘણી જગ્યાઓ પર વધારે છૂટ આપવામાં આવી છે તો જ્યારે ઘણી એવી વસ્તુઓ છે જેની મંજૂરી રેડ, ઓરેન્ડ અને ગ્રીન ત્રણેય ઝોનમાં આપી છે.

પરંતુ સરકાર તરફથી સ્પષ્ટ કહેવામાં આવ્યું નથી કે, કેબ સર્વિસને ફક્ત ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં જ છૂટ મળશે. સરકારે આ આદેશ બાદ ઉબેરે કહ્યું હતું કે, તે પોતાની કેબ સર્વિસને 27 શહેરોના અલગ-અલગ ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં શરૂ કરવા જઈ રહી છે. આમાં 6 શહેર ગ્રીન ઝોનના છે જ્યારે 21 શહેરો ઓરેન્જ ઝોનના છે.

કોરોનાથી બચવા માટે સોશિયલ ડિસ્ટેંસિંગ સૌથી મોટું હથિયાર છે અને આવામાં બચાવ માટે કેન્દ્ર સરકારે કહ્યું છે કે, એક ગાડીમાં બે મુસાફરો અને એક ડ્રાઈવર જ મુસાફરી કરી શકશે. આ સાથે નિર્દેશ કર્યો છે કે, ડ્રાઈવરની બાજીની સીટમાં કોઈ બેસી શકશે નહીં.

ગ્રીન જોન શહેરોમાં જ્યાં ઉબેરની સેવા ફરીથી શરૂ કરવામાં આવી છે તેમાં કટક, જમદેશપુર, દમણ, સેલવાસ, ગુવાહાટી અને કોચ્ચી સામેલ છે. 21 ઓરેન્જ ઝોન શહેરમાં તમે ઉબેર કેબનો ઉપયોગ કરી શકો છે તેમાં અમૃતસર, દેહરાદુન, ગોઝિયાબાદ, ગુડગાંઉ, હુબલી, કોઝીકોટ, મંગલૌર, મેહસાણા, મોહાલી. નડિયાદ, પંચકુલા, પ્રયાગરાજ, રકજોત, રોહતક, તિરૂવનંતપુરમ, ત્રિસૂર, ઉદેયપુર, વાપીી અને વિશાખાપટ્ટનમ સામેલ છે.

દેશમાં રેડ ઝોનના જે શહેરો છે ત્યાં ઉબેર સર્વિસ હાલ પુરતી બંધ રાખવામાં આવી છે. પરંતુ ઉબેર એસેશિયલ અને ઉબેર મેડક સેવા ચિકિત્સા મુસાફરો માટે ઉબલબ્ધ રહેશે.