Winter Health Tips: બદામ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. બદામ ખાવાથી બાળકોના દિમાગનો સારો વિકાસ થાય છે. યાદ શક્તિ વધારવા માટે બદામ ખાવાની સલાહ આપવામાં આવે છે. શિયાળામાં બદામ ખાવાથી શરીરમાં ગરમાવો આવે છે અને ઈમ્યુનિટી મજબૂત થાય છે. બદામમાં ગ્લાઈસેમિક લોડ ઝીરો હોય છે, જેનાથી પાચન તંત્ર મજબૂત થાય છે. બદામ બ્રેન ડેવલપમેન્ટમાં પણ મદદ કરે છે. બદામ ખાવાથી હાડકા અને દાંત મજૂબત બને છે.
શિયાળામાં બદામ ખાવાના ફાયદા
રોગ પ્રતિકારક શક્તિ વધેઃ કોરોના કાળમાં ઈમ્યુનિટી વધારવા બદામ જરૂર ખાવી જોઈએ. બદામ ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. ન્યૂટ્રિશંસથી ભરપૂર બદામ બ્લડ ક્લોટિંગથી પણ બચાવે છે. બદામમાં પ્રોટીન અને આયરન મોટી માત્રામાં હોય છે. તેના અન્ય પોષક તત્વો ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે.
ભરપૂર એનર્જી આપે છેઃ બદામને ડાયટમાં એક હેલ્દી સ્નેક્સ તરીકે સામેલ કરી શકો છો. બદામ ખાવાથી એનર્જી લેવલ બૂસ્ટ થાય છે. બદામમાં વિટામિનની ભરપૂર માત્રા હોય છે. જેનાથી તરત એનર્જી મળે છે. મેગ્નેશિયમથી ભરપૂર બદામ થાક દૂર કરવાનું અને એનર્જી લેવલ વધારવાનું કામ કરે છે.
હાડકાને બનાવે મજબૂતઃ બદામ ખાવાથી હાડકા પણ મજબૂત થાય છે. તેમાં કેલ્શિયમની સારી માત્રા હોય છે. બાળકોના હાડકા મજબૂત બનાવવા બદામ ખવરાવવી જોઈએ. બદામમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેંગનીઝ, વિટામીન કે, પ્રોટીન અને કોપર, ઝિંક પણ મળી આવે છે. તેનાથી હાડકા મજબૂત બને છે.
દિમાગ તેજ અને આઈક્યુ વધારે છેઃ બદામ બાળકોનુ દિમાગ તેજ બનાવે છે અને આઈક્યુ લેવલ વધારે છે. બદામમાં મળતું પ્રોટીન બ્રેન સેલ્સને રિપેર કરવામાં મદદ કરે છે. બદામમાં વિટામિન ઈ અને ઓમેગા 3 ફેટ એસિડ હોય છે. જેનાથી દિમાગને હેલ્દી રાખી શકાય છે. બદામમાં મેગ્નેશિયમ હોય છે, જેનાથી દિમાગની નસ મજબૂત થાય છે.
યાદશક્તિ વધારે છેઃ બદામ બ્રેન હેલ્થ માટે ખૂબ જરૂરી છે. બદામ ખાવાથી યાદશક્તિ તેજ થાય છે. બાળકોની મેમરી વધારવા રોજ બદામ ખવરાવવી જોઈએ. તેમાં વિટામિન ઈ હોય છે, જેનાથી ફોક્સ તેજ થાય છે અને યાદશક્તિ વધે છે.
Disclaimer: આ આર્ટિકલમાં બતાવવામાં આવેલી રીત તથા દાવાની એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું. તેને માત્ર સૂચન તરીકે રજૂ કરવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારની દવા, સારવાર કે ડાયટનો અમલ કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લો.