રાયપુરઃ યુવતીના પ્રેમમાં પાગલ બે છોકરાઓ વચ્ચે લડાઈ તો ઘણી વખત જોઈ હશે પણ છત્તીસગઢમાં લવ ટ્રાયંગલ સાથે જોડાયેલો એક અનોખો મામલો સામે આવ્યો છે. એક છોકરાના પ્રેમમાં પાગલ બે છોકરીઓનું જૂથ ઝઘડ્યું હતું. છત્તીસગઢના અંબિકાપુરમાં એક છોકરાના પ્રેમમાં પાગલ બંને છોકરીઓના જૂથે કોઈની ચિંતા કર્યા વગર ભરબજારે બબાલ કરી હતી. આ બંને છોકરીએ એકબીજાને દોડાવ્યા હતા અને ઢીકાપાટુ માર્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.


સડક પર જમા થઈ ગઈ ભીડ


મળતી વિગત પ્રમાણે, અંબિકાપુરમાં બરમ સડક પર બે છોકરીઓના જૂથ વચ્ચે મારપીટ થઈ હતી. રોડ પર તમાશો જોવા લોકો એકઠાં થઈ ગયા હતા. લોકોને શા કારણે બબાલ થઈ તે સમજાયું નહોતું અને દૂર ઉભા રહીને તમાશો જોતા હતા. આ દરમિયાન કેટલાક લોકોએ આ બબાલનો વીડિયો ઉતારીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો. હાલ આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.


ઘણી વાર થવા છતાં મામલો શાંત ન થયો ત્યારે કેટલાક લોકોએ આગળ આવીને મારપીટને બંધ કરાવવાની કોશિશ કરી. આસપાસ રહેલા લોકોએ સમજાવવા છતાં છોકરીઓ માનવા તૈયાર નહોતી. એક જ યુવકના પ્રેમમાં પાગલ બે યુવતીઓના જૂથે પરસ્પર ખૂબ મારા મારી કરી હતી. એટલું જ નહીં ચેન લઇને એકબીજાને મારવા પણ દોડતી હોવાથી આસપાસમાં અફડાતફડીનો માહોલ હતો.


લોકોએ શું કહ્યું


લોકોએ કહ્યું કે છોકરીઓના જૂથ વચ્ચે મારામારી એક યુવકને લઈ થતી હતી. આ મામલો લવ ટ્રાયંગલ છે. બે યુવતીના એક જ યુવક સાથે અફેર હતું. લોકોએ કહ્યું, છોકરીઓ પાસે લોખંડની ચેન પણ હતી. એક યુવતી પાસે લોખંડની ચેન હતી. તેણે અનેક યુવતીઓને ચેન લઈને દોડાવી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જોકે હજુ સુધી પોલીસ તરફથી આ મામલે કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.


આ પણ વાંચોઃ Paytm IPO: ગ્રે માર્કેટમાં પેટીએમને સારો રિસ્પોન્સ નહીં, રોકાણકારો માટે કેમ છે ચિંતાનો વિષય, જાણો વિગત


ક્રિપ્ટોને કરન્સી નહીં એસેટ તરીકે આપવામાં આવી શકે છે મંજૂરી, કાનૂનને આપવામાં આવી રહ્યું છે અંતિમ રૂપ


પહેલી પત્ની જીવતી હોય અને બીજા લગ્ન કરો તો શું થાય ? જાણો હાઈકોર્ટ શું કહ્યું