Covid-19 Symptoms: કોરોના વાયરસ (Coronavirus) એટલો ખતરનાક છે કે આને આખી દુનિયામાં કેર વર્તાવી દીધો છે, અને માણસને દરેક પ્રકારે ખતરામાં મુકી દીધો છે. પહેલા કોરોના માત્ર એક ઇન્ફેક્શન તરીકે દેખાઇ રહ્યો હતો, હવે જો તમે કોરોના વાયરસથી સંક્રમિત છો તો એવુ પણ બની શકે છે કે લાંબા સમય સુધી તમે પરેશાન અને મુશ્કેલીમાં રહી શકો છો. વળી કૉવિડ-19 (Covid-19) દિન પ્રતિદિન વધુને વધુ ખતરનાક અને ચેલેન્જિંગ થઇ રહ્યો છે. 


ઉલ્લેખનીય છે કે, કૉવિડ દર્દીઓને ઠીક થવામાં કમ સે કમ બે અઠવાડિયાનો સમય લાગી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે, કૉવિડની અસર ત્રણ મહિના સુધી પણ ચાલી શકે છે. જી હાં, લૉન્ગ કૉવિડ-19 દર્દીઓમાં કમ સે કમ ત્રણ મહિના સુધી આનાથી જોડાયેલા કેટલાય લક્ષણો જોવા મળી શકે છે. આવામાં અમે તમને અહીં બતાવી રહ્યાં છીએ કે કયુ લક્ષણ છે જે કોરોનાથી સંક્રમિત લોકોને લાંબા સમય સુધી પરેશાન કરી શકે છે. જાણો...........


લૉન્ગ કૉવિડ-19 (Long Covid-19)ના લક્ષણો ક્યાં સુધી રહી શકે છે. કૉવિડના લક્ષણો લાંબા પણ ચાલી શકે છે અને દર્દી છ મહિના સુધી કામ પર નથી પરત ફરી શકતો. આનો અર્થ છે કે કૉવિડ 19થી રિકવર થયા બાદ પણ કોરોનાના દર્દીઓ પરેશાન રહી શકે છે.


લૉન્ગ કૉવિડ (Long Covid)ના લક્ષણો- 


થાક લાગવો-
લૉન્ગ કૉવિડ દર્દીઓમાં થાક કેટલાય મહિનાઓ સુધી પરેશાન કરી શકે છે. 80 ટકા કૉવિડ દર્દીઓમાં આ લક્ષણો જોવા મળ્યા છે. એટલે કોરોનાના સમયમાં પોતાની દેખરેખમાં બેદરકારી ના કરો.


પૉસ્ટ એક્સર્શનલ માલાઇસ- 
આ એક એવી સ્થિતિ હોય છે, જે કોઇ નાની સમસ્યા શારીરિક અને માનસિક હોય શકે છે. આ કારણે લોકોને આગળ જઇને બહુજ ગંભીર લક્ષણ દેખાય છે. આ ઉપરાંત લૉન્ગ કૉવિડના દર્દીઓને માથાનો દુઃખાવો, મસલ્સમાં દુઃખાવો, ઊંઘ ના આવવી, હ્રદયમાં ધબકારા વધવા, શ્વાસ ચઢવો, ચક્કર આવવા, બેલેન્સ બનાવવામાં મુશ્કેલી વગેરે જેવી સમસ્યાઓ થઇ શકે છે.  


Disclaimer: આ આર્ટિકલ્સમાં બતાવવામાં આવેલી વિધિ, રીતો તથા દાવાઓની એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતુ. આને માત્ર સૂચના તરીકે લેવી. આ પ્રકારના કોઇપણ ઉપચાર/દવા/ડાએટ પર અમલ કરતાં પહેલા ડૉક્ટરની સલાહ જરૂર લો.


આ પણ વાંચો-- 


IAS પરીક્ષા આપવા માટે 22 ફેબ્રુઆરી સુધી અરજી કરો રજિસ્ટ્રેશન, યોગ્યતાથી લઈને તમામ વિગતો અહીં જાણો


10 Rupee Coin: 10 રૂપિયાના સિક્કા ન લેવાની ફરિયાદ પર સરકારે સંસદમાં આપ્યો આ જવાબ


હવે એસટી સલામત સવારી નથી, દાહોદમાં મુસાફરોથી ભરેલી બસને રસ્તા વચ્ચે મુકી ડ્રાઇવર ભાગી ગયો


Unemployment news Update: કોરોના વાયરસની પ્રથમ લહેરમાં કેટલા લોકોએ નોકરી ગુમાવી, સરકારે સંસદમાં આપી માહિતી


રાજકોટને મળશે મોટી ભેટઃ નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓગસ્ટ 2022માં થશે શરૂ


કાર માલિકો ધ્યાન આપે! કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત, જાણો ફાયદો થશે કે નુકસાન