Choti Gangubai Video: બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની ફિલ્મ ગંગૂબાઇ કાઠિયાવાડી રીલિઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મ થિયેટર્સમાં રીલિઝ થવાની છે. ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ રીલિઝ થયું હતું જેમાં આલિયાની એક્ટિંગને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. હવે આલિયાને ટક્કર આપવા માટે નાની ગંગૂબાઇ આવી ગઇ છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. ગંગૂબાઇ ફિલ્મમાં આલિયા ભટ્ટના ડાયલૉગ પર લિપ સિંક કરી એક નાની બાળકીએ વીડિયો બનાવ્યો છે. ખાસ વાત એ છે કે બાળકીએ આલિયા ભટ્ટ જેવી દેખાવા માટે સફેદ સાડી અને મોટો ચાંદલો લગાવ્યો છે.






 નાની ગંગૂબાઇનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શિવાની જે ખન્ના નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં દેખાતી બાળકીનું નામ કિયારા ખન્ના છે. આ વીડિયોને 24 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ બાળકી ગંગૂબાઇના લૂકમાં જોવા મળી રહી છે. બાળકીએ વીડિયો શેર કરતા લખ્યું કે આ સૌથી ક્યૂટ આલિયા ભટ્ટને ડેડિકેટ કરું છું. તમને મળવું અને તમારી સાથે કામ કરવું એક સ્વપ્ન જેવું હતું. ગંગૂબાઇ જિંદાબાદ માટે અમારી શુભકામના. આશા કરીએ છીએ કે આ એક્ટ તમને પસંદ આવશે. આ વીડિયો પર ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે.



નોંધનીય છે કે ગંગૂબાઇ કાઠિયાવાડી 25 ફેબ્રુઆરીના રોજ થિયેટર્સમાં રીલિઝ થશે. આ ફિલ્મ હુસૈન જૈદીની પુસ્તક ‘માફિયા ક્વિન્સ ઓફ મુંબઇ’ પર આધારિત છે. જેમાં આલિયા સાથે અજય દેવગણ અને વિજય રાજ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.