મધ્યપ્રદેશમં કોરોનાનો એવો કેસ સામે આવ્યો છે. જેને જોઇને સ્વાસ્થ્ય કર્મી પણ હેરાન છે. ડોક્ટર અનિલ વર્માએ કોરોનાની ઘાર જિલ્લા હોસ્પિટલમાં સેવા આપે છે. અનિલ વર્માએ કોરોનાનો પહેલો ડોઝ 17 જાન્યુઆરી અને બીજો ડોઝ 22 ફેબ્રુઆરીએ લીધો હતો. બંને ડોઝ લીધા બાદ તેમનું સ્વાસ્થ્ય પણ સારૂ હતું. કોઇ સમસ્યા ન હતી.બંને ડોઝના સમયગાળા દરમિયાન ડોક્ટર અનિલે કોરોનાથી બચવા માટે તમામ સાવધાની રાખી હતી.
22 ફેબ્રુઆરીએ ડોઝ લીધા બાદ 24 ફેબ્રુઆરી રાત્રતેમને ઠંડી અને તાવ આવવાનો શરૂ થયો. 25 ફેબ્રુઆરીએ તમનું બ્લડ સેમ્પલ લેવાયું.જેમાં સીબીસી, સીઆરપી, એલડીએસ,ડી ડાયમંડના રિપોર્ટ નોર્મલ હતા. સીટી સ્કેન કરવામાં આવ્યું. જેના રિપોર્ટ પણ નોર્મલ હતા. જો કે તેમને આ સમયે કોરોના લક્ષણો હતા.
ડોક્ટર અનિલવર્માએ આગળ જણાન્યું કે, 26 તારીખે અન્ય સિમ્ટમ્સ સાથે ડાયરિયાની સમસ્યા પણ શરૂ થઇ. જો કે શરીરમાં ઓક્સિજનનું લેવલ સામાન્ય હતું. 26 ફેબ્રુઆરીએ તેમનો આરટી પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો અને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ કોરોના આ કેસથી ડોક્ટર્સ પણ હેરાન છે કારણ કે, એન્ટી બોડી અને વેક્સિન લીધા બાદ પણ કેવી રીતે રિપોર્ટ પોઝિટિવ આવી શકે.
મધ્યપ્રદેશમાં કોરોનાનો એક ચોંકાવનારો કેસ નોંધાયો, વેક્સિનેટ તબીબ થયા સંક્રમિત, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Mar 2021 03:14 PM (IST)
મધ્યપ્રદેશના ધારમાં કોરોના સંક્રમણનો અનોખો કેસ સામે આવ્યો છે. જેમાં એક હેલ્થ વર્કરમાં એન્ટી બોડી જનરેટ હતી અને તેમણે કોરોનાના બંને ડોઝ લીધા હતા તેમ છતાં એક હેલ્થ વર્કરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -