દિલ્લી-NCRમાં ભારે વરસાદ, ટ્રાફિક જામને કારણે નોર્થ-ઇસ્ટમાં રેડ એલર્ટ જાહેર
abpasmita.in | 31 Aug 2016 08:28 AM (IST)
નવી દિલ્લીઃ દિલ્લી અને એનસીઆરમાં સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઇ હતી પરિણામે સવારે નોકરી જતાં લોકોને પરેશાન રહ્યા હતા. દિલ્લી, ગુડગાંવ, નોઇડા અને ગાજિયાબાદમાં જોરદાર ટ્રાફિક જોવા મળ્યો હતો. હવામાન વિભાગે બે દિવસ ભારે વરસાદની આગાહી કરી હતી. ટ્રાફિક પોલીસના કહેવા પ્રમાણે, સમગ્ર દિલ્લીમાં ભારે ટ્રાફિક છે. સવારથી હેલ્પલાઇન પર લોકોના ફોન આવી રહ્યા છે.