હૈદરાબાદ: તેલંગાણાના અનેક વિસ્તારમાં સતત વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. વરસાદના કારણે 12 જેટલા લોકોના મોત થઈ ગયા છે. હવામાન વિભાગે અહીં યેલો એલર્ટ જાહેર કરી દીધું છે. જેના બાદ આંધ્ર પ્રદેશ અને તેલંગાણા સરકારે આજે અને આવતીકાલે બે દિવસ રજાની જાહેરાત કરી દીધી છે.

તેલંગાણા સરકારે તમામ ખાનગી સંસ્થાઓ/ કાર્યાલયો/ બિન જરૂરી સેવાઓ માટે વર્ક ફ્રોમ હોમ એડવાઈઝરી સાથે આજે અને કાલે રજાની જાહેરાત કરી દીધી છે. લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. ઈમરજન્સી હોય તોજ બહાર નીકળવા જણાવ્યું છે.

ચંદ્રાયનગુટ્ટુ પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં દીવાલ ધરાશાયી થવાની બે ઘટનાઓમાં એક બાળક સહિત 10 લોકોના મોત થયા છે. પોલીસે બુધવારે જણાવ્યું કે, અહીં વરસાદના કારણે ઈબ્રાહિમપટ્ટનમ વિસ્તારમાં એક જૂના મકાનની છત ધરાશાયી થતા 40 વર્ષની એક મહિલા અને તેની દિકરીનું મોત થયું છે. મંગળવારે મોડી રાતે ચંદ્રાયનગુટ્ટામાં એક પહાડ પરથી કેટલાક પત્થરો ધસી પડતા બે મકાનોની દિવાલ ધરાશાયી થઈ હતી. તેમાં આઠ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા અને ત્રણ ઘાયલ થયા હતા.

સત્તાવાર આંકડા અનુસાર, મંગળવારે સવારે સાડા આઠ વાગ્યાથી રાતે નવ વાગ્યા સુધી મેડચલ મલ્કાજગિરિ જિલ્લાના સિંગાપુર ટાઉનશિપમાં 292.5 મિમી વરસાદ થયો અને યદાદ્રી-ભાોગીર જિલ્લાના વર્કેલ પાલ્લેમાં 250.8 મિમી વરસાદ નોંધાયો છે. ગ્રેટર હૈદરાબાદ નગર નિગમના અનેક વિસ્તારમાં ભારે વરસાદ થઈ છે.

શહેરના અનેક રસ્તાઓ અને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પોલીસ દળો, એનડીઆરએફ અને જીએચએમસીના ડીઆરએફ ટીમ દ્વારા બચાવ કામગીરી ચાલુ છે. અહી ઉપ્પલમાં પાણી ભરાતા એક સરકારી બસ ફસાઈ હતી તેમાંથી 33 જેટલા મુસાફરોને બચાવાયા છે.