બેંગલોર: આગામી 24 કલાકમાં બેંગલુરુ ભારે વરસાદ પડશે તેમ હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. આ વર્ષે ચોમાસું એક અઠવાડિયું મોડું છે. કેરળમાં 8 જુનથી ચોમાસુ બેસે તેવી શક્યતા છે. આથી કેરળ અને કર્ણાટકાનાં વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ભારતનાં કેટલાંક વિસ્તારમાં ચોમાસા પહેલા જ સારો વરસાદ નોંધાયો છે. થોડા દિવસોથી ધીમો વરસાદ પડી રહ્યો છે. બેંગલુરુમાં હાલ વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં બેંગ્લુરુમાં 20 એમએમ વરસાદ પડ્યો છે.