મુંબઈમાં રવિવાર રાતથી પડી રહેલા વરસાદને કારણે ઘણી તારાજી સર્જાઈ હતી. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા તો અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતાં. કાંદીવલી પાસે ઈસ્ટર્ન એક્સપ્રેસ વે પર ભૂસ્ખલનની ઘટના સર્જાઈ હતી. આ જ ઈસ્ટર્ન એક્સપ્રેસ વે મુંબઈને ગુજરાત સાથે જોડે છે.

ભારે વરસાદ બાદ માટી ભીની થતાં ભૂસ્ખલનની ઘટના સર્જાઈ અને કેમેરામાં કેદ થઈ હતી. આસપાસથી વાહનો પસાર થઈ રહ્યા હતા તે સમયે જ આ ઘટના સર્જાઈ હતી. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ વાહન વ્યવહાર પર અસર ચોક્કસપણે થઈ હતી.

ભારે વરસાદની આગાહી વચ્ચે મુંબઈમાં મોડી રાતથી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. ધોધમાર વરસાદના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી થયા છે. મુંબઈના અંધેરી અંડર બ્રિજમાં ભરાયેલા પાણીમાં એક ગાડી ડૂબી ગઈ હતી. ફાયરના જવાનોએ ગાડીમાં સવાર એક વ્યક્તિને રેસ્ક્યૂ કરીને બચાવી લીધો હતો.

આ તરફ મલાડ, કિંગસર્કલ, સાયન સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયું છે. મુંબઈમાં અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી છે. હવામાન વિભાગે રેડ અલર્ટ પણ આપ્યું છે.

મહારાષ્ટ્રના મુંબઈ, ઠાણે, પુણે, રાયગઢ અને રત્નાગીરી જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી હતી પરંતુ હવે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં 24 કલાકમાં 204.5 મિલિમીટર એટેલ આટ ઈંચ જેટલો વરસાદ વરસી શકે છે. મુંબઈના પાડોશી જિલ્લા પાલઘર પર પણ કેટલીક જગ્યાએ આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.