ચેન્નાઇઃ ચોમાસુ પુરુ થઇ જવા છતાં દેશના કેટલાક ભાગોમાં હજુ પણ ભારે વરસાદ પડી રહ્યો છે. હવે આ લિસ્ટમાં તામિલનાડુનુ નામ પણ જોડાઇ ગયુ છે. તામિલનાડુના કૉઇમ્બૂતરમાં ભારે વરસાદ પડવાના કારણે ત્રણ મકાનો ધરાશાયી થવાની ઘટના સામે આવી છે.


તામિલનાડુના મેટ્ટુપાલયમમાં સોમવારે સવારે ભારે વરસાદ શરૂ થયો, ને મકાનો ધરાશાયી થયા હતા. આ દૂર્ઘટનામાં અત્યાર સુધી 15 લોકોના મોત થયા છે, જેમાં 10 મહિલાઓ સામેલ છે. હાલ કાટમાળમાંથી લોકોને બહાર કાઢવા ફાયર બ્રિગેડ અને લોકોએ રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી છે.


મેટ્ટૂપાલયમમાં છેલ્લા કેટલાય દિવસોથી ભારે વરસાદ ખાબડી રહ્યો છે. જેના કારણે અનેક જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ પણ સામે આવી છે. ભારે વરસાદના કારણે નિલગિરી માઇન્ટેન રેલે બે દિવસ માટે રોકી દેવામાં આવી છે.