મુંબઈ: મુંબઈમાં ગઈ કાલથી ભારે વરસાદ વરસી રહ્યો છે. રાત્રે છ કલાક સુધી સતત વરસાદ ખાબકતાં અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા. દાદર, સીએસટી, ગીરગાવ, વર્લી સહિત દક્ષિણ મુંબઈના વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં છે. ગઈ કાલે શરૂ થયેલો વરસાદ મોડી રાત સુધી વરસ્યો હતો.
ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું તો વાહન વ્યવહારને પણ અસર પહોંચી. જો કે વહેલી સવારથી વરસાદનું બંધ થતાં મુંબઈવાસીઓને આજે થોડી રાહત મળશે. હવામાન વિભાગે આંધ્ર પ્રદેશ, તેલંગાના અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે.