લખનઉ: ઉત્તરપ્રદેશના મોટાભાગના જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી પડી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. કેટલાક જિલ્લામાં મકાન ધરાશાઈ થતા 20થી વધુ લોકોના મોત નીપજ્યા છે. તેની વચ્ચે હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી ભારે વરસાદ પડે તેવી આગાહી કરી છે.

ઉત્તરપ્રેદશના બ્રજ વિસ્તારમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેનપુરી, મથુરા અને આગરામાં સૌથી વધું 9 લોકોના મોત નીપજ્યા છે. જેમાં ચાર બાળકો પણ શામેલ છે. અનેક જગ્યાએ પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર પણ ઠપ થઈ ગયો છે.

ઉત્તરપ્રદેશના હવામાન વિભાગના નિદેશક જેપી ગુપ્તા અનુસાર, સમગ્ર રાજ્યના મોટાભાગના જિલ્લામાં વરસાદની અસર જોવા મળી છે. કેટલીક જગ્યાએ મકાન ઘરાશાઈ અને પાણી ભરાઈ જવાની સમસ્યાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. વરસાદના કારણે અનેક ટ્રેનો પ્રભાવિત થઈ છે. કેટલીક ટ્રેનો પોતાના નિયત સમય કરતા ઘણી મોડી ચાલી રહી છે.