જમ્મુ: જમ્મુ જિલ્લાના અરનિયા સેક્ટરમાં અંતરરાષ્ટ્રીય સરહદ પાસે એક જૂના મોર્ટારમાં વિસ્ફોટ થવાના કારણે એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 6 અન્ય લોકો ઘાયલ થયા છે. પોલીસના એક અધિકારીએ કહ્યું કેટલાક મજૂર સરહદ વિસ્તારમાં કામ કરી રહ્યા હતા, તે દરમિયાન આ વિસ્ફોટ થયો. તેમણે જણાવ્યું કે વિસ્ફોટમાં એક વ્યકિતનું મોત થયું છે જ્યારે અન્ય છ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


ગુરૂવારે જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આતંકવાદીઓના ગ્રેનેડ હુમલામાં સીઆરપીએફના ચાર જવાન ઘાયલ થયા હતા. પોલીસ અધિકારીઓએ આ મામલે જણાવ્યું કે આતંકવાદીઓએ અનંતનાગ જિલ્લામાં બિજબેહરામાં સુરક્ષા દળો પર ગ્રેનેડ ફેક્યો. વિસ્ફોટમાં ચાર જવાન ઘાયલ થયા હતા. બાદમાં પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ વિસ્તારમાં બધી બાજુથી ઘેરી લેવામાં આવ્યો છે અને આતંવાદીઓની શોઘખોળમાં અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.