Hemant Soren Oath Ceremony: ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેને આજે રાજભવન ખાતે ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને હેમંત સોરેનને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. હેમંત સોરેન તાજેતરમાં જ જેલમાંથી છૂટ્યા હતા. જણાવી દઈએ કે, જેએમએમએ પહેલા કહ્યું હતું કે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન દ્વારા રાજ્યમાં સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યા બાદ હેમંત સોરેન 7 જુલાઈએ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે, પરંતુ બાદમાં જેએમએમના નેતૃત્વવાળા ગઠબંધને નિર્ણય લીધો કે હેમંત સોરેન શપથ લેશે. ગુરુવારે (આજે) મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.


હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેને શપથ ગ્રહણ સમારોહ પહેલા X પર પૉસ્ટ કરીને કહ્યું કે સમય બદલાશે અને અમે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. આખરે લોકશાહીની જીત થઈ. 31મી જાન્યુઆરી 2024થી શરૂ થયેલા અન્યાયને હવે ખરા અર્થમાં ન્યાય મળવા લાગ્યો છે.






પીટીઆઈ અનુસાર, ઝારખંડ કોંગ્રેસના અધ્યક્ષ રાજેશ ઠાકુરે કહ્યું કે, હેમંત સોરેનના ઘરે ગઠબંધન ભાગીદારોની બેઠક યોજાઈ હતી, આ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.


ચંપાઈ સોરેને બુધવારે (3 જુલાઈ) ના રોજ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને હેમંત સોરેને સરકાર રચવાનો દાવો કર્યો હતો. જેએમએમની આગેવાની હેઠળના ગઠબંધનનું એક પ્રતિનિધિમંડળ બુધવારે રાજભવન ખાતે રાજ્યપાલ રાધાકૃષ્ણનને મળ્યું હતું. હેમંત સોરેનની આગેવાની હેઠળના પ્રતિનિધિમંડળમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રાજેશ ઠાકુર, આરજેડી મંત્રી સત્યાનંદ ભોક્તા અને સીપીઆઈ (એમએલ) ધારાસભ્ય વિનોદ સિંહ સામેલ હતા. ગાંડેના ધારાસભ્ય અને હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેન પણ પ્રતિનિધિમંડળમાં સામેલ હતા.