કોરોનાના કારણે દેશભરમાં હાહાકાર છે. દરરોજ ઝડપથી સંક્રમણ વધી રહયું છે. કોરોના સામે લડવાના સંસાધન ધીરે ધીરે ઓછા પડતા જઈ રહ્યા છે. એવામાં જાણીતા મેડિકલ જર્નલ લાન્સેટ જે દાવો કર્યો છે તે ચિંતા વધારનારો છે. અલગ અલગ રિસર્ચના આધાર પર લાન્સેટનો દાવો છે કે કોરોના વાયરસ હવાથી ફેલાઈ રહ્યો છે. દસ પૂરાવાઓ સાથે લાન્સેટ તરફથી દાવો કરવામાં આવ્યો છે.


ઇંગ્લેન્ડ, અમેરિકા અને કેનેડાના છ નિષ્ણાંતોએ આ રિપોર્ટ તૈયાર કર્યો છે. તેમનું કહેવું છે કે, હવા દ્વારા વાયરસ નથી ફેલાતો એ સાબિત કરવા માટે પૂરતા પૂરાવા નથી. જ્યારે મોટાભાગના વૈજ્ઞાનિકો એવું માને છે. નવા રિપોર્ટના આધારે નિષ્ણાંતોએ કોરોના સુરક્ષા પ્રોટોકોલમાં તાત્કાલીક ફેરફાર કરવાની ભલામણ પણ કરી છે.


વિશ્વ પ્રસિદ્ધ મેડિકલ જર્નલ ધ લાન્સેટે (Lancet report) પોતાના નવા રિપોર્ટમાં દાવો કર્યો છે કે, આ વાયરસ (Coronavirus) હવા (aerosol) ના રસ્તે ફેલાઈ રહ્યો છે તેના માટે જર્નલે 10 કારણ પણ આપ્યા છે.



  1. એક બીજાને મળ્યા વિના એક જગ્યાએ હાજર લોકો સંક્રમિત થયા.

  2. બે અલગ અલગ રૂમમાં રહેનારાઓ પણ સંક્રમિત થયા.

  3. કોરોના સંક્રમિત લક્ષણ વિનાના દર્દીઓમાંથી દુનિયામાં 60 ટકા લોકો સંક્રમિત

  4. ખુલ્લી જગ્યા કરતા ઇમારતની અંદર સંક્રમણમનો ખતરો વધુ

  5. કોરોનાના નિયમોનું કડક પાલન કરતી હોસ્પિટલ્સમાં પણ સંક્રમણ

  6. રૂમમાંથી કોરોનાગ્રસ્ત વ્યક્તિના બહાર નિકળ્યાના 3 કલાક પણ હવામાં વાયરસ

  7. હોસ્પિટલના એયર ફિલ્ટર, બિલ્ડીંગના ડક્ટમાં પણ વાયરસ મળ્યો

  8. અલગ-અલગ પાંજરામાં બંધ જાનવરોની વચ્ચે એયર ડક્ટથી સંક્રમણ

  9. કોરોના વાયરસ હવાથી નથી ફેલાતો તેના હજી કોઈ પૂરાવા નથી મળ્યા

  10. હવા સિવાય અન્ય રીતે પણ સંક્રમણ ફેલાવાનાં પ્રામાણિક પૂરાવા નથી.


Covid-19 vaccine: રસીનો એક ડોઝ પુરતો નથી, સરકારે વીડિયો બહાર પાડીને કહ્યું કે- બીજો ડોઝ....


બાળકો માટે કોરોનાની બીજી લહેર ઘાતક, ગુજરાતના આ શહેરમાં એક જ મહિનામાં 286 બાળકો ઝપેટમાં આવ્યા