UPમાં બસ પર વિજળીનો તાર પડતા 9ના મોત, 3 ઈજાગ્રસ્ત
abpasmita.in | 13 Sep 2016 08:09 PM (IST)
એટા:ઉત્તરપ્રદેશના એટામાં માનવપુર ગામ પાસે બસ પર હાઈટેંશન વિજળીના તાર પડતા નવ લોકોના મૃત્યું નિપજ્યા છે જ્યારે ત્રણ લોકો ધાયલ થયા છે. સ્થાનિક પોલીસે જણાવ્યું કે બસ દિલ્લીથી બેવર જઈ રહી હતી ત્યારે આ ધટના બની હતી. કલેક્ટર સંજીવ કુમારે જણાવ્યું કે ધાયલ લોકોને હાલ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યારે મૃતકના પરિવારજનોએ વિજળી વિભાગની વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી છે.