હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર સાઈબર ક્રાઈમનો શિકાર થયા છે. નાઈજીરિયાના એક ગેંગે મુખ્યમંત્રીના ઈ-મેઈલને હેક કરીને કેટલાક લોકોને મુખ્યમંત્રીના નામ પર કોવિડ ફંડમાં પૈસા આપવાની માંગ કરી. જ્યારે મુખ્યમંત્રીને આ વાતની જાણકારી મળી તો તેમણે આ મામલે પોલીસને તપાસ સોંપી ત્યારે ખુલાસો થયો કે આની પાછળ એક નાઈજીરિયન ગેંગનો હાથ છે.
પોલીસ મહાનિર્દેશકે તેની જાણકારી આપતા જણાવ્યું કે ગૂગલ પાસે આ મામલાને ઉઠાવવામાં આવ્યો છે જેની મદદથી ગેંગની જાણકારી મળી છે. આ કેસમાં તપાસ ચાલી રહી છે. 40થી 50 લોકોને આ ઈમેઈલ મોકલવામાં આવ્યા છે પરંતુ હાલમાં કોઈ ઠગનો શિકાર નથી બન્યું.