અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની મોતનું રહસ્ય વધુ ઘેરું બનતું જાય છે. બિહાર પોલીસની ટીમ દ્વારા મુંબઈમાં આ મામલે તપાસ કરવામાં આવી છે. મુંબઈ પોલીસ પણ આ મામલે પગેરું મેળવવા પ્રયાસ કરી રહી છે. આ મામલો સત્તાવાર રીતે CBIને તપાસ માટે સોપવામાં આવ્યો છે.
નોંધનીય છે કે મનોજ શશીધર CBIના જોઈન્ટ ડાયરેક્ટરના પદ પર છે. આ ઉપરાંત ગગનદિપ ગંભીર CBIમાં DIGના પદે ફરજ બજાવે છે.
સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસના વિવાદે હવે રાજકારણનું સ્વરૂપ પણ ધારણ કર્યુ છે. આ કેસમાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર શંકાની સોય છે ત્યારે હાલમાં રિયા ચક્રવર્તી પોલીસની પકડથી દૂર છે. આ ઉપરાંત સુશાંતની મોતની તપાસને લઈને બિહાર પોલીસ અને મહારાષ્ટ્ર પોલીસ વચ્ચે પણ ઘર્ષણ હાલ દેશમાં ચર્ચાનું કેંદ્ર બન્યું છે.