નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજની આજે પ્રથમ પુણ્યતિથિ છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ સુષ્મા સ્વરાજની પુણ્યતિથિ પર તેમને યાદ કર્યા છે. પીએમ મોદીએ કહ્યું તેમણે નિસ્વાર્થ ભાવે ભારતની સેવા કરી અને વૈશ્વિક મંચ પર દેશનો જાણિતો અવાજ હતા.


પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજનું ગત વર્ષે 67 વર્ષની ઉંમરે હાર્ટ અટેકના કારણે નિધન થયું હતું. પોતાના નિધનના થોડા કલાકો પહેલા સુષમા સ્વરાજે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાને લઈને ટ્વિટ કરી મોદી સરકારના વખાણ કર્યા હતા.



પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરતા કહ્યુ, પ્રથમ પુણ્યતિથિ પર આજે સુષમાજીની યાદ આવી રહી છે. તેમના નિધને ઘણા લોકોને દુખી કરી દિધા છે. તેમને યાદ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું સુષમા સ્વરાજે નિસ્વાર્થ ભાવથી દેશની સેવા કરી અને વૈશ્વિક મંચ પર તેઓ દેશનો મજબૂત અવાજ હતા.

પ્રધાનમંત્રી મોદીએ ગત વર્ષે સુષમા સ્વરાજના નિધન પર આયોજિત પ્રાર્થના સભામાં આપેલી સ્પીચનો એક વિડીયો પણ શેર કર્યો છે. વિદેશોમાં રહેતા ભારતીય નાગિકોની સમસ્યાઓના સમાધાનને લઈને સુષમા સ્વરાજની ઝડપી પ્રતિક્રિયાનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું તેમણે વિદેશ મંત્રાલયને બદલી નાખ્યું હતું.