Himachal Poll of Exit Polls 2022: હિમાચલ પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે  કાંટે કી ટક્કર જોવા મળી રહી છે.  ન્યૂઝએક્સ – જન કી બાત (ન્યૂઝ એક્સ-જન કી બાત) એક્ઝિટ પોલ અનુસાર, ભાજપને કુલ 68 સીટોમાંથી 32 થી 40 સીટો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 27થી 34 બેઠકો મળી શકે છે. આપનું ખાતું ખોલી શકશે નહી.  રાજ્યમાં કોઈપણ એક પક્ષ અથવા ગઠબંધનને સરકાર બનાવવા માટે 35 બેઠકોની જરૂર છે. હિમાચલ પ્રદેશની તમામ 38 બેઠકો પર 11 નવેમ્બરે મતદાન થયું હતું.


Republic PMARQ Exit Poll   (રિપબ્લિક PMARQ) અનુસાર, ભાજપને 34 થી 39 બેઠકો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 28 થી 33 અને AAPને 0 થી 1 સીટ મળી શકે છે. ટાઈમ્સ નાઉ ETG એક્ઝિટ પોલ મુજબ ભાજપને 34 થી 42 સીટો અને કોંગ્રેસને 24 થી 32 સીટો મળી શકે છે અને આમ આદમી પાર્ટીને ખાતું ખોલવાની તક પણ નથી મળી રહી.


ઝી ન્યૂઝ બાર્કના એક્ઝિટ પોલમાં ભાજપ પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવતી જોવા મળી રહી છે. પાર્ટીને 35 થી 40 સીટો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 20થી 25 બેઠકો મળી શકે છે. એક્ઝિટ પોલમાં AAPને શૂન્યથી ત્રણ બેઠકો મળી શકે છે.


AAJ Tak Axis My India એક્ઝિટ પોલ (Aaj Tak Axis My India) અનુસાર, BJPને 24 થી 34 સીટો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 30થી 40 બેઠકો મળી શકે છે. આમ આદમી પાર્ટીને ચૂંટણીમાં ઝટકો લાગે છે. એક્ઝિટ પોલમાં આપ  પાર્ટીને શૂન્ય સીટ મળશે.



TV9 GUJARATI (TV9 ગુજરાતી)ના એક્ઝિટ પોલમાં ભાજપને 68માંથી 33 બેઠકો મળવાની સંભાવના છે. જ્યારે કોંગ્રેસને 31 બેઠકો મળી શકે છે. એક્ઝિટ પોલમાં આપને ઝીરો સીટ મળશે.


INDIA TV-MATRIZE ના એક્ઝિટ પોલમાં ભાજપને 35 થી 40 સીટો મળી રહી છે. આ જ કોંગ્રેસને 26થી 31 બેઠકો મળી રહી છે અને આમ આદમી પાર્ટીને એક પણ બેઠક મળવાની શક્યતા નથી.


હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે એક્ઝિટ પોલના પરિણામોનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે મોટાભાગના એક્ઝિટ પોલમાં એવું જોવા મળી રહ્યું છે કે હિમાચલમાં ભાજપ સરકાર બનાવવા જઈ રહી છે. એવી 1-2 જગ્યાઓ છે જ્યાં નજીકની હરીફાઈ બતાવવામાં આવી રહી છે, તેથી મને લાગે છે કે પરિણામ આવે ત્યાં સુધી આપણે 8મી સુધી રાહ જોવી જોઈએ. 


હિમાચલ પ્રદેશની રાજનીતિમાં એક મોટો રિવાજ છે કે હિમાચલ પ્રદેશમાં કોઈપણ પક્ષે સતત સરકાર બનાવી નથી. તેથી જ એવું માનવામાં આવે છે કે આ વખતે પણ કંઈક આવું જ જોવા મળી શકે છે, પરંતુ ભાજપના નેતાઓ હિમાચલમાં મિશન રિપીટ કરવાનો દાવો કરે છે.  હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે  કાંટે કી ટક્કર  જોવા મળી રહી છે.