નવી દિલ્હી: હિમાચલ પ્રદેશના કુલ્લૂ જિલ્લામાં એક મોટી બસ દુર્ઘટના સર્જાઈ હતી. કુલ્લૂના બંજારમાં એક બસ ખીણમાં ખાબકતા 33 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 37 લોકો લોકો ઘાયલ થયા છે.  જ્યારે કેટલાકની સ્થિતિ ગંભીર છે.




બસ કુલ્લુથી ગાડાગુશેલી તરફ જઈ રહી હતી. ત્યારે કુલ્લૂના બંજારથી એક કિલોમીટરના અંતરે એક વળાંક પાસે બસ 500 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી હતી. બસમાં  50થી વધુ લોકો સવાર હતા. પોલીસ અને સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા છે. ઈજાગ્રસ્ત લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે.