નડ્ડાએ કહ્યું કે, લાંબા સમયથી આ સાંસદોના મનમાં વિચાર આવી રહ્યો હતો કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં જે રીતે દેશ આગળ વધી રહ્યો છે અને આંધ્રપ્રદેશના વિકાસ માટે આ તમામ સાંસદો ભાજપમાં સામલે થવા માંગતા હતા.
કહેવામાં આવી રહ્યું છે કે ટીડીપીના રાજ્યસભાના કુલ છ સભ્યોમાંથી ચાર સભ્યો જો પાર્ટી છોડે છે તો પાર્ટી બદલવાનો કાયદો લાગુ થશે નહીં. એવામાં તેઓ રાજ્યસભાના સભ્ય પણ રહેશે.
તેમણે કહ્યું કે, ગુરુવારે આ સાંસદોએ ભાજપના અધ્યક્ષ અમિત શાહને પત્ર લખીને કહ્યુ હતું કે તેઓ ભાજપમાં સામેલ થવા માંગે છે. ત્યારબાદ ટીડીપીના સાંસદો અને ભાજપનો પત્ર લઇને અમે ઉપરાષ્ટ્રપતિ પાસે પહોંચ્યા હતા. હવે આ તમામ ભાજપના સભ્યો છે. આ ચારેય રાજ્યસભાના સાંસદો આવવાથી આંધ્રપ્રદેશમાં ભાજપનો જનાદેશ વધશે.
એક તરફ જ્યાં ટીડીપી વડા પોતાના પરિવાર સાથે વિદેશમાં રજાઓ માણી રહ્યા છે ત્યારે તેમની પાર્ટી તૂટતી જોવા મળી રહી છે. તેમની પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને રાજ્યસભાના સાંસદ પાર્ટી છોડીને ભગવો ધારણ કરી રહ્યા છે. ભાજપ પાસે હાલની વિધાનસભામાં એક પણ ધારાસભ્ય નથી. જ્યારે છેલ્લી વિધાનસભામાં ભાજપ પાસે પાંચ બેઠકો હતી અને ટીડીપી સાથે તેનું ગઠબંધન હતું.