Himachal Pradesh Election 2022 Date:  ભારતીય ચૂંટણી પંચે આજે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી હતી. આ સાથે હિમાચલ પ્રદેશમાં આજથી આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. હિમાચલ પ્રદેશમાં  12મી નવેમ્બેર વિધાનસભાની ચૂંટણી માટેનું મતદાન થશે. 8મી ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. 







મુખ્ય ચૂંટણી પંચે પત્રકાર પરિષદ કરીને કહ્યું કે, હિમાચલમાં 17 ઓક્ટોબરે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. હિમાચલમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. 25 ઓક્ટોબર સુધી નામ પરત ખેંચી શકાશે. 27 સુધી નામાંકનની ચકાસણી કરવાની રહેશે. 29 ઓક્ટોબરે નામ પરત ખેંચી શકાશે. 12મી નવેમ્બરે મતદાન થશે, 8મી ડિસેમ્બરે મતગણતરી થશે.


રજિસ્ટ્રેશન સિવાય ચૂંટણી પંચ મતદાન મથક પર શું સુવિધાઓ આપશે ?



આ વખતે ચૂંટણી પંચે મતદારોની સુવિધા માટે ઘણી જાહેરાતો કરી છે. પંચે કહ્યું કે મતદાન પ્રક્રિયાને સરળ બનાવવા માટે, જ્યાં દરેક મતદાર મતદાનના છેલ્લા દિવસ સુધી પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે, ત્યાં કેટલાક મતદાન મથકો હશે જેમાં તમામ મતદાન કર્મચારીઓ મહિલાઓ હશે અને સુરક્ષા કર્મચારીઓ પણ સ્ત્રીઓ હશે. 


દેશમાં મતદાર નોંધણીની પ્રક્રિયા શું છે?


દેશમાં છેલ્લા દિવસે ચૂંટણી પંચ મતદાર નોંધણીની સુવિધા આપવા જઈ રહ્યું છે. પરંતુ આ પહેલા અમે તમને જણાવીશું કે દેશમાં તમારો વોટ રજીસ્ટર કરવાની પ્રક્રિયા શું હતી. ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર, 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના કોઈપણ ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર છે.




આ માટે અત્યાર સુધી તેણે પોતાનો મત નોંધાવવા માટે સામાન્ય મતદાર અને ફોર્મ 6 ભરવાનું રહેશે. જો તમે તમારી જાતને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા માંગતા હોવ તો તમારે આ લિંક પર ક્લિક કરવાનું રહેશે. https://voterportal.eci.gov.in


NRI મતદારો માટે શું નિયમો છે ?



જો તમે બિન-નિવાસી ભારતીય(Non Resident India) છો અને ભારતમાં તમારો મત નોંધાવવા માંગો છો, તો તમારે આ માટે ફોર્મ 6A ભરવું પડશે અને તે ફોર્મમાં આપેલા નિયમોનું પાલન કરવું પડશે.