Viral Video: સોશ્યલ મીડિયા પર અત્યારે એક વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે, વીડિયોમાં મહિલાઓની લડાઇ બતાવવામાં આવી રહી છે. ખરેખરમાં આ વીડિયો કરવા ચોથના દિવસનો છે, જેમાં એક પત્ની પોતાના પતિને અન્ય મહિલા સાથે જોયા બાદ બબાલ કરવા લાગી છે. આ વીડિયોમાં બતાવેલી ઘટના યુપીના ગાઝિયાબાદની નજીક તુરાબનગરમાં ઘટી છે. અહીં પત્નીએ કરવા ચોથના દિવસે જ પતિ અને તેની પ્રેમિકાની જોરદાર ધુલાઇ કરી દીધી હતી.  


પોલીસ અનુસાર, સિહાની ગેટ વિસ્તારમાં પ્રીતિ નામની એક પરણેલી મહિલા રહે છે, તેના લગ્ન વર્ષ 2017માં વિજયનગરના રાહુલ સાથે થયા હતા. લગ્ન બાદ બન્નેની વચ્ચે અણબનાવ રહેતો હતો અને છેલ્લા ત્રણ વર્ષથી પ્રીતિ પોતાના પિયરમાં રહી રહી છે. બન્ને વચ્ચે કોર્ટમાં એક કેસ પણ ચાલી રહ્યો છે. પરંતુ ગઇકાલે કરવા ચોથના દિવસે પ્રીતિનો પતિ રાહુલ તેની પ્રેમિકાને લઇને બજારમાં ખરીદી કરવા નીકળ્યો હતો, આ દરમિયાન તેની પત્ની પ્રીતિ તેને જોઇ ગઇ અને તેના સંબંધીઓ સાથે ત્યાં પહોંચી હતી. પ્રીતિએ તેના સંબંધીઓ સાથે મળીને તેના પતિ રાહુલ અને તેની પ્રેમિકાની રસ્તાં વચ્ચે જ જોરદાર ધુલાઇ કરી નાંખી હતી.


પ્રીતિનો આરોપ છે કે, તેના પતિનો સંબંધ બીજી મહિલા સાથે છે, તેને તે પોતાની સાથે તેને સાસરીમાં નથી લઇ જતો, તે એકલો રહે છે, ગુરુવારે કરવા ચોથના દિવસે રાહુલ તેની પ્રેમિકા સાથે તુરાબનગરમાં ખરીદી કરવા આવ્યો હતો. પ્રીતિ પણ તેની માં સાથે ત્યાં ખરીદી કરવા ગઇ હતી, અને દરમિયાન તેને તેના પતિને પ્રેમિકા સાથે જોઇ લીધો હતો. પત્નીએ બન્નેને રંગે હાથ પકડી લીધા હતા. આ પછી બન્ને વચ્ચે જોરદાર ઝઘડો શરૂ થઇ ગયો હતો. ત્યારે જ પ્રીતિએ ચપ્પલ ઉતારીને તેના પતિ અને તેની પ્રેમિકાની ધુલાઇ કરવાનુ શરૂ કરી દીધુ હતુ. 


આ ઘટનાથી બજારમાં અફડાતફડી મચી ગઇ હતી અને પોલીસે વચ્ચે પડીને બન્નેને છુટા પાડ્યા હતા. બાદમાં પોલીસે ત્રણેય જણાને પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી.