Himachal Results: હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે. અહીં ભાજપના હાથમાંથી સતા સરકી છે અને લોકોએ કોંગ્રેસ પર પસંદગી ઢોળી છે. જોકે જીત - હારનું માર્જીન વધારે નથી પરંતુ કમસે કમ એ તો આશા હોય જ કે કોઈપણ રાજ્યના મુખ્યમંત્રીઓ તેમની બેઠકો તો સાચવી જ લેશે. ભાજપે હિમાચલ પ્રદેશમાં પાંચ વર્ષ સુધી શાસન કર્યું પરંતુ ચૂંટણીમાં ભાજપના જ 6 મંત્રીઓ એવા છે જે પોતપોતાની જ બેઠકો બચાવી શકવાની સ્થિતિમાં નથી. આ 6 બેઠકોના કારણે ભાજપે સત્તામાંથી હાથ ધોવા પડી શકે છે.
કયા મંત્રીઓ પાછળ છે?
1- હિમાચલ પ્રદેશના ટેકનિકલ શિક્ષણ મંત્રી રામ લાલ મકરંદ લાહૌલ : સ્પીતિથી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હતાં. ચૂંટણીમાં બપોરે 1 વાગ્યા સુધી તેમને માત્ર 8058 વોટ મળ્યા હતા, જ્યારે કોંગ્રેસ તરફથી તેમની સામે ચૂંટણી લડી રહેલા રવિ ઠાકુર 9734 વોટ સાથે આગળ હતાં.
2- હિમાચલ પ્રદેશના શિક્ષણ મંત્રી ગોવિંદ સિંહ ઠાકુર : ગોવિંદ મનાલી સીટ પરથી ચૂંટણી મેદાનમાં છે. તેઓ પણ પોતાની સીટ પરથી પાછળ ચાલી રહ્યા છે. બપોરે 1 વાગ્યા સુધી ગોવિંદને 20798 વોટ મળ્યા જ્યારે કોંગ્રેસના વિનોદ સુલતાનપુરીને 18883 વોટ મળ્યા.
3- હિમાચલ પ્રદેશમાં સ્વાસ્થ્ય મંત્રી રહી ચૂકેલા રાજીવ સૈઝલ : રાજીવ કસૌલી સીટથી ચૂંટણી લડી રહ્યા છે. પાછળ ચાલી રહ્યા છે. તેમને માત્ર 13656 મત મળ્યા, જ્યારે તેમની સામે ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવારને તેમના કરતા વધુ મત મળ્યા.
4- હિમાચલના સામાજિક ન્યાય મંત્રી સરવીન ચૌધરી : સરવીન ચૌધરી શાહપુર સીટથી ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર ઘણા આગળ છે. સરવીન ચૌધરીને બપોરે 1 વાગ્યા સુધી 23931 વોટ મળ્યા અને કોંગ્રેસના કેવલ સિંહને 35862 વોટ મળ્યા.
5- હિમાચલ પ્રદેશમાં ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજ મંત્રી વીરેન્દ્ર કંવર : ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજ મંત્રી તરીકે સેવા આપી ચૂકેલા મંત્રી પોતાના પ્રતિસ્પર્ધીથી પાછળ છે. વીરેન્દ્ર કંવરને 24402 વોટ મળ્યા જ્યારે કુટલેહાર સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર દવિન્દર કુમારને 30668 વોટ મળ્યા.
6- ખાદ્ય, નાગરિક-પુરવઠા અને ગ્રાહક બાબતોના પ્રધાન રાજિન્દર ગર્ગ : ગર્ગ પણ તેમની સીટ પાછળ છે. ઘુમરવિન સીટ પરથી ચૂંટણી લડનાર રાજીન્દર ગર્ગને બપોરે 1 વાગ્યા સુધી 20157 વોટ મળ્યા જ્યારે કોંગ્રેસના રાજેશ ધર્માણીને 24003 વોટ મળ્યા.
અત્યાર સુધીની સ્થિતિ શું છે
બપોરે 1 વાગ્યા સુધીની મતગણતરી બાદ હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ 39 સીટો પર આગળ છે જ્યારે ભાજપ 26 સીટો પર આગળ છે. રાજ્યમાં કુલ 68 સીટો છે અને સરકાર બનાવવા માટે 35 સીટોની જરૂર છે.