એક તરફ શ્રદ્ધા હત્યાકાંડને લઈને રોજેરોજ નવેનવા અને હચમચાવી મુકે તેવા ખુલાસા થઈ રહ્યાં છે ને બીજી બાજુ આ મામલે એક મહાપંચાયતમાં જ ભારે હોમાળો મચી જવા પામ્યો હતો. મહાપંચાયતમાં એક મહિલાએ શ્રદ્ધા હત્યાકાંડને લઈને ભારો હંગામો મચાવ્યો હતો. આ ઘટના રાજધાની દિલ્હીમાં ઘટી હતી. 


દિલ્હીના છતરપુરમાં હિંદુ એકતા મંચની પંચાયત દરમિયાન એક મહિલાએ સ્ટેજ પર ચડીને હોબાળો કર્યો હતો. મહિલાએ છેક સ્ટેજ પર ચડી જઈને એક વ્યક્તિ પર ચપ્પલ વડે હુમલો કર્યો હતો. 


શ્રદ્ધા મુંબઈને અડીને આવેલા શહેરની રહેવાસી એવી શ્રદ્ધા વાકરની તેના લિવ-ઈન પાર્ટનર આફતાબ પૂનાવાલા દ્વારા નિર્મમ હત્યા નિપજાવી તેના શરીરના 35 ટુકડા કરવામાં આવ્યા હતાં. આ ટુકડાને તેને દિલ્હીના છતરપુરના જંગલમાં જુદી જુદી ઠેકાણે ફેંકી દીધા હતાં. પોલીસે આફતાબની ધરપકડ કરી હતી અને તપાસ ચલાવી રહી છે. શ્રદ્ધાની વિધર્મી યુવક દ્વારા હત્યા નિપજાવવાને લઈને લોકોમાં ભારોભાર રોષ છે. આ હત્યાકાંડને લઈને રાજધાની દિલ્હીમાં જ હિંદુ એકતા મંચ દ્વારા છતરપુરમાં મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. 


છતરપુરના 100 ફૂટ મેન રોડ પર મહાપંચાતમાં રોડના અડધી બાજુએ ગોઠવવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતાં. અહીં હિંદુ એકતા મંચના મોટી સંખ્યામાં લોકો હાજર હતાં. જ્યારે બાકીના અડધા રોડ પર વાહનોની અવરજવર થઈ રહી હતી. પોલીસ ટ્રાફિક નિયંત્રણ કરી રહી હતી. બેટી બચાઓ ફાઉંડેશન દ્વારા પણ આ કાર્યક્રમને સમર્થન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન અચાનક જ એક મહિલા સ્ટેજ પર ચડી ગઈ હતી અને હોબાળો મચાવી દીધો હતો. મહિલાએ કહ્યું હતું કે, મારી સુનાવણી નથી થઈ રહી. સ્ટેજ પર યુવકે ધક્કો દઈને માઈક પાસેથી હટાવવાનો પ્રયાસ કરવામાં આવતા મહિલા બરાબરની ગિન્નાઈ હતી. મહિલાએ અચાનક ચપ્પલ કાઢી સ્ટેજ પર જ યુવકને મેથી પાક આપવાનું શરૂ કરી દીધું હતું. 


જોકે સ્ટેજ પર રહેલા લોકો વચ્ચે દરમિયાનગીરી કરી હતી. લોકો વચ્ચે પડ્યા હતાં અને મહિલા અને યુવકને જુદા પાડ્યા હતાં. પરંતુ આ ઘટનાને લઈને કાર્યક્રમમાં હોબાળો મચી જવા પામ્યો હતો. જોકે ચપ્પક કાઢીને યુવકને માર મારનારી મહિલા કોણ છે અને તેની શું ફરિયાદ હતી તેને લઈને કોઈ જાણકારી હાથ લાગી નથી.