તેમની માંગ છે કે કંપની તેની ધાર્મિક ભાવનાઓ સાથે રમી રહી છે. તેમણે પગાર વધારાની પણ માંગ કરી છે. કંપનીના હિંદુ અને મુસ્લિમ ડિલીવરી બોયે કહ્યું કે, જો તેમની માંગ માનવામાં નહી આવે તો સોમવારથી તેઓ હડતાળ પર જશે. કંપનીને આ અંગેની જાણકારી આપવામાં આવી છે પરંતુ તેમને કંપની તરફથી કોઇ આશ્વાસન આપવામાં આવ્યું નથી. ઝોમેટોમા ઓર્ડરની ડિલીવરી કરનારા મૌસીન અખ્તરે કહ્યું કે, તાજેતરમાં જ કંપનીની એપથી કેટલીક મુસ્લિમ રેસ્ટોરન્ટ જોડવામાં આવી છે. પરંતુ આપણે ત્યાં ઓર્ડર ડિલીવરી કરનારા કેટલાક છોકરાઓને હિંદુ સમુદાયમાંથી આવે છે. જેમણે બીફ ફૂડની ડિલીવરી કરવાનો ઇનકાર કરી દીધો છે. સાંભળવામાં આવ્યું છે કે કેટલાક દિવસ બાદ તેમને પોર્કની પણ ડિલીવરી કરવી પડશે પરંતુ અમે તેની ડિલીવરી કરીશું નહીં.
તેણે કહ્યું કે, તેમને પગાર સંબંધી પણ કેટલીક સમસ્યાઓ છે અને મેડિકલ સુવિધાઓ પણ મળતી નથી. મૌસીને કહ્યું કે, આ તમામ ઘટનાઓ કંપનીમાં હિંદુ મુસ્લિમો વચ્ચેના ભાઇચારાને પ્રભાવિત કરી રહી છે. મૌસીને આરોપ લગાવ્યો હતો કે કંપનીને બધી જાણ છે પરંતુ અમારી મદદ કરવાના બદલે કંપની અમારા પર ખોટા આરોપ લગાવી રહી છે.