હિસારઃ ભાજપ નેતા સોનાલી ફોગાટે એક સરકારી અધિકારીને થપ્પડ મારી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. થપ્પડ માર્યા બાદ તેણે અધિકારીને સ્લીપરથી માર્યો હોત. હિસારમાં સરકારી અધિકારી સાથેની મારપીટનો વીડિયો વાયરલ થયો હતો.


બીજેપી નેતા સોનાલી ફોગાટે હિસાર માર્કેટ કમિટીના સેક્રેટરી સુલ્તાન સિંહને જાહેરમાં થપ્પડ મારી હોવાની ઘટનાને લઈ સોનાલી ફોગાટ તથા તેના સાથીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. કોંગ્રેસે આ મામલાને લઈ ખટ્ટર સરકાર પર નિશાન સાધ્યુ છે, તો મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે જિલ્લાના અધિકારીઓ પાસે રિપોર્ટ માંગ્યો છે.

સોનાલી ફોગાટ હરિયાણાના હિસારમાં અનાજ મંડી પહોંચી હતી, જ્યાં કોઈ વાતને લઈ તેને માર્કેટ કમિટીના સચિવ સાથે વાદ-વિવાદ થયો હતો. જેને લઈ સોનાલીએ અધિકારીને થપ્પડ મારી હતી અને તેનાથી સંતોષ ન થતાં બાદમાં પોતાના પગમાં પહેરેલુ ચપ્પલ કાઢ્યું હતું અને મારપીટ કરવા લાગી હતી.

ભાજપ નેતા સોનાલી ફોગાટ ટિકટોક પર વીડિયો બનાવી શેર કરતી રહે છે અને ઘણી ચર્ચામાં રહે છે.