નવી દિલ્હીઃ કોરોના વાયરસનો સામનો કરવા માટે ચાર તબક્કાના લોકડાઉન પછી હવે દેશના અર્થતંત્રને પાટા પર લાવવા માટે લોકડાઉન તબક્કાવાર ખોલવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ તમામ પરિણામો પછી પણ દેશમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો નથી. છેલ્લા 24 કલાકમાં 9887 નવા કેસ આવ્યા છે અને 294 લોકોના મોત થયા છે.


સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2,36,657 પર પહોંચી છે. 6642 લોકોના મોત થયા છે અને 1,14,073 લોકો સાજા થઈ ગયા છે. દેશમાં હાલ 1,15,942 એક્ટિવ કેસ છે.


કયા રાજ્યમાં કેટલા મોત

મહારાષ્ટ્રમાં 2849, ગુજરાતમાં 1190, મધ્યપ્રદેશમાં 384, દિલ્હીમાં 708, આંધ્રપ્રદેશમાં 73, આસામમાં 4, બિહારમાં 29, ચંદીગઢમાં 5, છત્તીસગઢમાં 2, હરિયાણામાં 24, હિમાચલ પ્રદેશમાં 5, જમ્મુ-કાશ્મીરમાં 36, ઝારખંડમાં 7, કર્ણાટકમાં 57, કેરળમાં 14, મેઘાલયમાં 1, ઓડિશામાં 8, પંજાબમાં 48, રાજસ્થાનમાં 218, તમિલનાડુમાં 232, તેલંગાણામાં 113, ઉત્તરાખંડમાં 11, ઉત્તરપ્રદેશમાં 257 અને પશ્ચિમ બંગાળમાં 366 લોકોના મોત થયા છે.

સંક્રમિતોની સંખ્યામાં મહારાષ્ટ્ર મોખરે છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 80,229 પર પહોંચી છે. તમિલનાડુમાં 28,694, ગુજરાતમાં 19,094, દિલ્હીમાં 26,334, રાજસ્થાનમાં 10,084, મધ્યપ્રદેશમાં 8996, ઉત્તરપ્રદેશમાં 9733, આંધ્રપ્રદેશમાં 4303, આસામ 2153, બિહાર 4596, પંજાબમાં 2461, તેલંગાણામાં 3290, ઓડિશા 2608, પશ્ચિમ બંગાળમાં 7303  સંક્રમિતો નોંધાયા છે.

કોરોના કેસની બાબતમાં ભારત ઈટાલીને વટાવીને વિશ્વમાં છઠ્ઠા ક્રમે પહોંચી ગયું છે. ભારતની આગળ હવે અમેરિકા, બ્રાઝિલ, રશિયા, સ્પેન, બ્રિટનનો સમાવેશ થાય છે.