નવી દિલ્હીઃ આતંકી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીના કમાન્ડર આતંકી બુરહાન વાનીને ઠાર મરાયાને 14 દિવસ બાદ હિઝબુલ મુઝાહિદ્દીને આતંકીઓનું એક નવું પોસ્ટર જાહેર કર્યું છે. કાશ્મીર રીડરના રિપોર્ટ અનુસાર, આ પોસ્ટર શોપિયા જિલ્લામાં જોવા મળ્યું હતું. જેમાં લખ્યું હતું કે, દુશ્મનોને પડકારતા રહીશું. આ પોસ્ટરમાં 11 આતંકીઓ સૈન્યના પોશાકમાં જોવા મળી રહ્યા છે અને તેમની હાથમાં એકે-47 રાઇફલ્સ પણ છે. આ પોસ્ટરને પણ એવી રીતે બનાવવામાં આવ્યું છે જેવી રીતે બુરહાન વાની અને તેના 10 સાથીઓની તસવીરને રજૂ કરવામાં આવી હતી.
નવા પોસ્ટરમાં લખ્યું છે કે, અમે યુદ્ધ ચાલુ રાખીશું અને અમારા દુશ્મનોને પડકારતા રહીશું. અમે અમારા અધિકારીઓ લઇને રહીશું અને દુનિયાને એ બતાવીશું. આ પોસ્ટર હિઝબુલ મુઝાહિદ્દીનના લેટર હેડ પર જાહેર કરાયું છે. પોસ્ટરમાં 11 આતંકીઓને બતાવવામાં આવ્યા છે.