Holi Celebration: સમગ્ર દેશમાં આજે હોળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દરેક વ્યક્તિ હોળીના રંગમાં રંગાયેલા જોવા મળે છે.જેમાં આપણા રાજકારણીઓ કેવી રીતે પાછળ રહી શકે. તેમણે પણ હોળી-ધૂળેટીની જોરદાર ઉજવણી કરી હતી. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે તેમના ઘરે હોળીની ઉજવણીનું આયોજન કર્યું હતું. આ સમારોહમાં તેમણે ભારતની મુલાકાતે આવેલા અમેરિકી વાણિજ્ય મંત્રી જીના રેમોન્ડોને પણ આમંત્રણ આપ્યું હતું. આ દરમિયાન જીનાએ રાજનાથ સિંહનો હાથ પકડીને જોરદાર ડાન્સ કર્યો હતો. તેના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
તો લાલુ પ્રસાદ યાદવના પુત્ર અને પૂર્વ મંત્રી તેજ પ્રતાપ યાદવ ફરી એકવાર ચર્ચાનું કેંદ્ર બન્યા છે. બિહારના પર્યાવરણ મંત્રી તેજ પ્રતાપ યાદવે બિહારની રાજધાની પટનામાં હોળી રમી હતી જેમાં તેઓ કૃષ્ણ અવતારમાં નજરે પડતા ચર્ચાનો વિષય બન્યા હતાં.
તેજ પ્રતાપ કૃષ્ણના રૂપમાં જોવા મળ્યા
બિહારના પર્યાવરણ મંત્રી તેજ પ્રતાપ યાદવે પટનામાં લઠ્ઠમાર હોળી રમી હતી. આ દરમિયાન તેઓ કૃષ્ણના રૂપમાં દેખાયા હતા. આટલું જ નહીં રંગે રમ્યા બાદ તેજ પ્રતાપ યાદવે પોતાના ચાહકોની વચ્ચે જઈને કૃષ્ણ અવતારમાં વાંસળી પણ વગાડી હતી. તેમણે દિલ્હીમાં હાજર પિતા લાલુ પ્રસાદ યાદવ સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. આ સાથે જ લાલુએ દેશવાસીઓને હોળીની શુભેચ્છા પણ પાઠવી હતી.
જાહેર છે કે, લાલુ પ્રસાદની તબિયત હાલ નાદુરસ્ત ચાલી રહી છે. તેવી જ રીતે રેવલે મંત્રી પદે હતાં ત્યારે રેલવેમાં નોકરી આપવાના બદલામાં ઉમેદવાર પાસેથી જમીન લેવાના કેસમાં સીબીઆઈ તપાસની તલવાર પણ લાલુ પર લટકી રહી છે. આ સ્થિતિમાં તેજ પ્રતાપની આ પ્રકારે હોળીની ઉજવણી ચર્ચાનો વિષય બની છે.
સીએમ શિવરાજે ફાગ ગીત ગાયું
પીએમના સીએમ શિવરાજ સિંહ ચૌહાણે ભોપાલ સ્થિત તેમના નિવાસસ્થાને પત્ની સાધના સિંહ સાથે હોળીની ઉજવણી કરી. આ દરમિયાન તેણે ફાગ ગીત ગાયું હતું- 'મોરી બહુ હીરાની હૈ, એ ભૈયા મિલે બાતા દિયોં'. આ દરમિયાન લોકોએ જોરદાર ડાન્સ પણ કર્યો હતો. સાથે જ તેમણે ટ્વીટ કરીને રાજ્યની જનતાને હોળીની શુભેચ્છા પણ પાઠવી હતી.