અમિત શાહે આ કાર્યક્રમમાં રામ મંદિર મુદ્દે કહ્યું, સુપ્રીમ કોર્ટ કોઈના કહેવાથી નહીં પરંતુ પોતાના કાનૂન પ્રમાણે આગળ વધે છે. અદાલતમાં ચીજો ત્યારે જ પહોંચે છે જ્યારે વિવાદ હોય. અદાલતનો ફેંસલો કોઈને સારો લાગે છે તો કોઈકને ગમતો નથી. પરંતુ બધાએ સ્વીકારવો પડે છે. હાલ સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા મામલો ચાલી રહ્યો છે અને અદાલત જે ફેંસલો આપશે તેને માનવો જ પડશે.
ગૃહમંત્રી શાહે કહ્યું, કાશ્મીરના 196માંથી 8 પોલીસ સ્ટેશનમાં જ કલમ 144 લાગુ છે. અહીં કોઈ પ્રતિબંધ નથી. પાકિસ્તાન જો માનવાધિકાર ભંગના ખોટા આરોપ લગાવીને ભારતની છબિ ખરાબ કરવા ઈચ્છે છે તો દેશમાં તેનું સમર્થન ન થવું જોઈએ. ક્યારેય કોંગ્રેસને માનવાધિકારના સવાલ કેમ પૂછવામાં નથી આવતા.
તેમણે ફારુક અબદુલ્લાને લઈ કહ્યું માત્ર સુરક્ષની દ્રષ્ટિએ તેમને નજરબંધ રાખવામાં આવ્યા છે. બે વર્ષ સુધી નજરબંધ રાખવાની કોઈ વાત નથી. કાશ્મીરમાં કોઈ પણ પ્રકારની જબરદસ્તી નથી કરવામાં આવી અને લોકોએ આવી અફવાથી પ્રભાવિત ન થવું જોઈએ. કાશ્મીરના વિકાસ પર ધ્યાન આપવામાં આવે તેવી જ સરકારીની ઈચ્છા છે અને તેને લઈ 370 દુર કરવાનો ફેંસલો લેવામાં આવ્યો હતો.
કાશ્મીરના વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ છે અને કાશ્મીરના વિકાસમાં કલમ 370 અવરોધ બનતી હતી, જેને હટાવવાનું કામ મોદી સરકારે કર્યું છે. કલમ 370 દુર કરવી અમારો અધિકાર હતો અને અમે કર્યું. કાશ્મીર આપણો આંતરિક મામલો છે, તેને લઈ યુદ્ધનો સવાલ જ નથી. કાશ્મીર પર સમગ્ર વિશ્વ ભારતની સાથે છે.
એનઆરસી લિસ્ટને લઈ અમિત શાહે કહ્યું કે, દેશના નાગરિકોનું રજિસ્ટર હોવું સમયની જરૂરિયાત છે. ન માત્ર આસામ પરંતુ દેશભરમાં એનઆરસી લાગુ થશે. એનઆરસી ઉપરાંત દેશમાં જે લોકો છે તેમને કાનૂન પ્રક્રિયા અંતર્ગત બહાર કરવામાં આવશે. શું તમે એમ જ અમેરિકા, રશિયા, ઈંગ્લેન્ડમાં જઈને રહી શકો છો. ક્યાંય એવું નથી. સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે એનઆરસીને દેશભરમાં લાગુ કરવામાં આવશે.
IND vs SA: આજે બીજી T20, આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન
કેબિનેટે લીધા બે મોટા ફેંસલાઃ રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ, ઈ-સિગરેટ પર બેન