નવી દિલ્હીઃ ગઈકાલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને એઇમ્સમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આજે તેઓ કેબિનેટ બેઠકમાં પણ સામેલ થયા હતા. મોદી કેબિનેટની આ બેઠક વીડિયો કોન્ફરન્સ દ્વારા થઈ હતી. આ બેઠકમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. અમિત શાહે બેઠકની તસવીર ટ્વિટર પર શેર કરી છે.

અમિત શાહે કહ્યું, આજે પીએમ મોદીની ઉપસ્થિતિમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા થયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સામેલ થયો. આ દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.



કેન્દ્રીય ગૃહ મંત્રીને 18 ઓગસ્ટે દિલ્હીની એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. 2 ઓગસ્ટે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં એડમિટ થયા હતા. જ્યાં કોરોનાને હાર આપ્યા બાદ 14 ઓગસ્ટે ડિસ્ચાર્જ થા હતા. કોરોનાથી ઠિક થયા બાદ થઈ રહેલી કેટલીક પરેશાની બાદ તેમને એઇમ્સમાં દાખલ કરાયા હતા.