દેશમાં વધતો જતો કોરોનાનો કેરના પગલે  કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજયને કેટલાક દિશા નિર્દેશ જાહેર કર્યાં છે. . કેન્દ્રીય ગૃહમંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સંક્રમણ રોકવા માટે ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર ધ્યાન આપવાના કહ્યું છે. ઉપરાં કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશોને કેન્ટેમેન્ટ ઝોન અને કેન્દ્રની એસઓપી પર ધ્યાન આપવા માટેનું સૂચન પણ કર્યું છે.  


કેન્દ્રીય ગૃહમંત્રાલયે દેશના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર ધ્યાન આપવા દિશા નિર્દેશ કર્યાં છે. ઉલ્લેખયનિય છે. કે દેશમાં ગત વર્ષની સરખામણીમાં માર્ચમાં રેકોર્ડ બ્રેક કોરોનાના કેસ નોંધાયા છે. દેશમાં કેન્ટેમેન્ટ ઝોન પર વધુ ધ્યાન આપવા પણ સરકારે આદેશ કર્યાં છે. દેશમાં વેક્સનેશનનું કાર્યમાં વેગ લાવવા માટે પણ રાજ્યને આદેશ કર્યાં છે.


આજે  કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે એપ્રિલ મહિનાથી 45 વર્ષથી મોટી ઉંમરના લોકોનું વેક્સિનેશન શરૂ થશે. રજિસ્ટ્રેશન કરીને લોકો પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલમાં વેક્સિન લગાવી શકશે, ગૃહમંત્રાલયે કોવિડની ગાઇડ લાઇન્સ અને એસઓપીનું કડકાઇથી  પાલન કરાવવા માટે રાજ્યોને સૂચન કર્યું છે. ગૃહમંત્રાલયે જણાવ્યું કે, જે રાજ્યોના કેટલાક એવા જિલ્લા છે. જ્યાં ગાઇડ લાઇનનું ચુસ્તતાથી પાલન થતાં છેલ્લા પાંચ મહિનાથી કોરોના કેસમાં ઘટાડો થયો છે.  


ગૃહમંત્રાલયે કોરોના અંગે જાહેર કરેલા દિશા નિર્દેશ મામલે કહ્યુ હતું કે, કેન્ટેમેન્ટમાં ઝોન પર વિશેષ ધ્યાન આપીને સંક્રમિત લોકોને અગલ પાડીને કડકાઇ રીતે આ વિસ્તારમાં ગાઇડ લાઇનનું પાલન કરાવવાની સ્ટ્રેટજી કારગર સાબિત થઇ છે. દરેક રાજ્યોએ કોરોનાને હરાવવા માટે આ જ સ્ટ્રેટર્જી પર વિશેષ ધ્યાન આપવું જોઇએ, પબ્લિક પ્લેસ અને વર્કપ્લેસ દરેક જગ્યાએ જો એસઓપીનું પાલન કરાશે તો લોકડાઉન વિના પણ કોરોનાનું સંક્રમણ રોકવામાં સફળતા મળશે.


 આજે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જાહેરાત કરી હતી કે. 1 એપ્રિલથી 45 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સિન અપાશે,. દેશમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો  સોમવારે  દેશમાં 40,611 કોરોનાના કેસ નોંધાયા હતા, અને 197 મૃત્યુ પામ્યા. રવિવારે 47,009 કેસ નોંધાયા હતા. છેલ્લા એક અઠવાડિયામાં પ્રથમ વખત નવા કેસમાં ઘટાડો નોંધવામાં આવ્યો હતો. આ પહેલા 14 માર્ચે 26,413 કેસ નોંધાયા હતા અને બીજા દિવસે 24,437 દર્દીઓ મળી આવ્યા હતાં. 15 માર્ચથી તેમાં સતત વધારો થતો રહ્યો હતો.