કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરતા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહ્યું કે, બંધ દરમિયાન કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટનાને રોકવાની સાથે સાથે કાયદો - વ્યવસ્થાને અને શાંતિ જાળવી રાખે. તેની સાથે જ, એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રશાસનોએ સુનિશ્ચિત કરવું જોઈએ કે, કોવિડ-19 ના દિશાનિર્દેશોનું પાલન કરવામાં આવે અને સામાજિક અંતર જાળવવવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા સપ્ટેમ્બર મહિનામાં ચોમાસુ સત્ર દરમિયા કૃષિ સુધાર સંબંધિત ત્રણ કાયદા પાસ કરવામાં આવ્યા હતા. તેના બાજ એમએસપીને લઈ ખેડૂતો તરફથી આ કાયદાનો વિરોધ કરી રહ્યાં છે.